ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણમમાં 15 મનપાના 3145 ઉમેજવારો, 84 નગરપાલિકા 5441 ઉમેદવારો, 34 જિલ્લા પંચાયતના 3059 ઉમેદવારો અને 260 તાલુકા પંચાયતના 13871 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી સવારના 9 વાગ્યાથી શરૂ થશે. આ માટે મતગણતરી સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટ મનપાની ચૂંટણીના આજે પરિણામમાં 18 વોર્ડની 72 બેઠકો પર 236 ઉમેદવારોની ભાવિનો ફેંસલો થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં ગઇકાલે થયેલા મતદાનમાં ૪૪.૩ ડિગ્રી મહત્તમ તાપમાન હીટવેવ વચ્ચે પણ ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ LIVE અપડેટ્સ...
રાજકોટ વોર્ડ નં.૪માં ભાજપનો ભવ્ય વિજય: આપ-કોંગ્રેસ પરાસ્ત
કાળુભાઈ કુગશીયા ૧૭,૨૪૪ મત
ભરત લીંબાસીયા ૧૪,૭૯૯ મત
કંકુબેન ઉધરેજા ૧૫,૬૨૩ મત
રાજેશ્રીબેન માલવિયા ૧૪,૪૧૯ મત
- રાજકોટ વોર્ડ નં.૧૧માં ભાજપની પેનલ વિજેતા
ભારતીબેન પાડલીયા ૨૩,૮૨૭ મત
મહેશ પીપળીયા ૨૨,૯૫૧ મત
મિતલબેન લાઠીયા ૨૧,૩૭૪ મત
રક્ષિત કલોલા ૨૧,૦૩૯ મત
- રાજકોટ વોર્ડ નં.૫માં ભાજપની પેનલ વિજેતા
દિલીપ લુણાગરિયા ૧૪,૧૯૭ મત
રસીલાબેન સાકરિયા ૧૨,૪૫૯ મત
સ્મિતાબેન ગોહિલ ૧૧,૮૯૫ મત
સંજયભાઇ ચાવડા ૧૧,૯૧૩ મત
- રાજકોટ વોર્ડ નં.૭માં કુલ ૭૬,૪૪૯માંથી ભાજપને ૫૪,૬૯૮ મત મળ્યા
નેહલભાઇ શુક્લ ૧૪,૦૨૫
ખ્યાતિબેન ગોહેલ ૧૪,૦૭૫
દર્શન પેંગ્યાતર ૧૩,૨૧૪
વર્ષાબેન પાંધી ૧૩,૩૮૪
બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબ્જો, ઇતિહાસમાં પહેલીવાર પંચાયતમાં સત્તા, 16 બેઠક પૈકી 9 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત
તાલાલા નગરપાલિકામાં ભાજપે ચાર બેઠક ગુમાવીઃ કુલ 24 બેઠકોમાં ભાજપને 24 અને કોંગ્રેસે 4 બેઠક કબ્જે કરી
કેશોદ નગર પાલિકામાં કુલ 36 બેઠકોમાં ભાજપને 33 અને કોંગ્રેસે 3 બેઠક મેળવી
વોર્ડ નં.૮માં ભાજપને અભૂતપૂર્વ લીડ, કુલ ૯૨,૩૭૫ મતમાંથી ૬૧,૨૯૧ મત ભાજપને મળ્યા
કિરણબેન માંકડીયા- ૧૬,૭૪૪ મત
રીટાબેન સખીયા- ૧૫,૫૪૬ મત
મનીષભાઇ ભટ્ટ- ૧૪,૬૪૪ મત
પ્રવીણ સેગલિયા- ૧૪,૩૫૭ મત
રાજકોટ વોર્ડ નં.૧૦માં કુલ ૮૨,૮૮૮માંથી ભાજપને ૬૧,૮૦૧ મત મળ્યા
અશ્વિન ભોરણીયા ૧૬,૬૦૩
ઘનશ્યામ હેરભા ૧૪,૯૦૯
જ્યોત્સનાબેન ટીલાળા ૧૫,૮૬૨
નીતાબેન લાલ ૧૪,૪૨૭
રાજકોટમાં કુલ ૧૨ વોર્ડના પરિણામો જાહેર, ૧૧ વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય: જંગલેશ્વરના વોર્ડ નં.૧૬ કોંગ્રેસની પેનલ વિજેતા
રાજકોટ વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૭માં ભાજપની પેનલ વિજેતા
રાજકોટના જંગલેશ્વરમાં જનતાએ ભાજપ પર બુલડોઝર ફેરવ્યું, વોર્ડ 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો અર્જુન ચૌહાણ, ઇબ્રાહિમ સોરા, દિપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયાનો વિજય
ત્રીજા રાઉન્ડમાં રાજકોટ મનપાના વોર્ડ નં. 10 અને 4માં ભાજપની પેનલ સતત આગળ ચાલી રહી છે
રાજકોટ વોર્ડ નં. 13માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ વોર્ડ નં.૭માં નેહલ શુક્લની પેનલ અને વોર્ડ નં. 13માં ભાજપની પેનલનો વિજય
ગોંડલ વોર્ડ નં. ૩માં ભાજપના ઉમેદવારો હંસાબેન શિયાળ, સ્વીટીબેન દાફડા, ઋષિરાજસિંહ જાડેજા, ભરતભાઈ ઢોલરીયા અને વોર્ડ નં ૮માં ભાજપના નીલાબેન વિરડીયા, માનસીબેન સાટોડીયા, અનિલભાઈ ચાવડા, મનીષભાઈ ચનીયારાએ કોંગ્રેસને હરાવી જીત મેળવી
ભુજ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ઓવેસીની પાર્ટી AIMIMના ત્રણ ઉમેદવારોની જીત
રાજકોટ વોર્ડ નં.૧૩માં ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા
જૂનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર વિસાવદરની કાલસારી બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા
ત્રીજા રાઉન્ડમાં રાજકોટ મનપાના વોર્ડ નં. 10 અને 4માં ભાજપની પેનલ સતત આગળ ચાલી રહી છે
રાજકોટ વોર્ડ નં. 13માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ વોર્ડ નં.૭માં નેહલ શુક્લની પેનલ ૯૦૦૦થી વધુ મતે વિજેતા
- બીજા રાઉન્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ 10, 7, 4માં ભાજપની પેનલ આગળ
- પ્રથમ રાઉન્ડમાં રાજકોટ વોર્ડ નં.4માં ભાજપની પેનલ 4થી 5 હજારથી વધુ મતથી આગળ, રાહુલ ભુવા 1268 મત જ મળ્યા
- રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠકમાં ભાજપનો 1300 મતની લીડથી વિજય
- રાજકોટ વોર્ડ.7 માં ભાજપ બેલેટ પેપરમાં આગળ, વોર્ડ નંબર 16માં કોંગ્રેસ આગળ
- રાજકોટ: સ્ટ્રોંગરૂમમાંથી EVM કાઢવામાં આવ્યા, ગણતરીની મિનિટોમાં મતગણતરી શરૂ થશે
- રાજકોટમાં જસાણી સ્કૂલ મતગણતરી કેન્દ્ર ખાતે DCP બાંગરવાએ સમીક્ષા કરી
રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારના વોર્ડ નં.૧૫માં સૌથી વધુ ૬૮.૩૯ ટકા મતદાન અને ગાંધીગ્રામથી ઘંટેશ્વર સુધીના વોર્ડ નં.૧માં સૌથી ઓછું ૪૩.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં ૫૦.૮૮ ટકા મતદાન થયું હતું, જ્યારે ગઇકાલે તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાં સરેરાશ 58.98% મતદાન: 4. 40 ટકાનો ઘટાડો
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 58.98 ટકા જેટલું મતદાન થયું છે જે ગત ચૂંટણીની સરખામણીએ 4.40 ટકા જેટલું ઓછું છે. સૌથી વધુ મતદાન બેડલાની બેઠક પર 75.31% અને સૌથી ઓછું લોધીકાની બેઠક પર 41.41 ટકા મતદાન થયું છે.
રાજકોટની 11 તાલુકા પંચાયતોમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60.36% મતદાન
રાજકોટની 11 તાલુકા પંચાયતોમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60.36% મતદાન થયું છે. જે ગત ચૂંટણીની સરખામણીએ ઓછું છે. સૌથી વધુ નોંધપાત્ર અને ચોકાવનારી બાબતો એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના હોમ ગ્રાઉન્ડ ગણાતા જામકંડોરણા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 51.29 ટકા મતદાન થયું છે. રાજકોટ તાલુકા પંચાયતમાં સૌથી વધુ મતદાન 72.10 ટકા નોંધાયું છે. પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાના જેતપુર ધોરાજી સહિતના વિસ્તારોમાં આવેલી તાલુકા પંચાયતોમાં પણ ઓછું મતદાન થયું છે. આ બાબત રાજકોટ જિલ્લાના રાજકારણમાં અને તેમાં પણ ખાસ કરીને ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બનેલ છે.
રાજકોટ જિલ્લાની અન્ય 11 પૈકી 9 તાલુકા પંચાયતોની વાત કરીએ તો કોટડા સાંગાણીમાં 60.30 લોધીકામા 69.07 પડધરીમાં 66.82 ગોંડલમાં 53.36 જેતપુરમાં 54.66 ધોરાજીમાં 56.83 ઉપલેટામાં 58.70 જસદણમાં 60.70 અને વીંછીયામાં 60.01 ટકા મતદાન થયું હતું.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં 4,90928 પુરુષ 4,45,188 મહિલાઓ મળીને કુલ 9,36594 મતદારો નોંધાયા હતા. તેમાંથી 3,20700 પુરુષ અને 2,44,607 મહિલાઓ મળી 5,65,307નું મતદાન થયું હતું.