BREAKING NEWS

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક જ તબક્કામાં, 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

  • April 01, 2026 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ સત્તાવાર રીતે ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, આગામી 26મી એપ્રિલના રોજ એક જ તબક્કામાં તમામ મહત્વની સંસ્થાઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન પૂર્ણ થયા બાદ 28મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જેના કારણે હવે સરકાર દ્વારા કોઈ નવી લોકકલ્યાણકારી યોજનાઓ કે જાહેરાતો કરી શકાશે નહીં.


નોંધનીય છે કે, અગાઉ મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરીને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હવે ફાઈનલ યાદી જાહેર થયા બાદ પંચે મક્કમતાથી ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજકીય પક્ષો પણ હવે ઉમેદવારોના નામ નક્કી કરવા માટેની અંતિમ કવાયતમાં લાગી ગયા છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application