BREAKING NEWS

ગુજરાતી સીંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતાં જ્ઞાતિએ પરિવારને નાત બહાર મુક્યો

  • December 15, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે તેની જ જ્ઞાતિએ વિરોધ કરીને કિંજલ દવેના પરિવારને નાતબહાર મુકવાનો નિર્ણય કર્યો છે. કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી. જ્યારે બીજી બાજુ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો છે.


ગુજરાતમાં જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે.આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે.


ઉપરાંત સમાજના લગ્નો કે અન્ય પ્રસંગોમાં ન આવકારવા તેમજ જેઓ આવકારે તેની સામે પણ પગલા લેવાનો નિર્ણય લેવાયો છે. આમ આજના યુવાનોના આઘુનિક વિચારો સામે સામાજિક-જ્ઞાતિગત રિવાજોનો વિરોધાભાસ જોવા મળ્યો છે. આમ તો લગ્ન એ કોઈ પણ વ્યક્તિની આંતરિક બાબત હોય છે. પરંતુ સમાજ પોતાના ધારા ધોરણો અને રીતરિવાજ મુજબ ચાલે તેમાં કાંઈ જ ખોટું નથી. વડીલો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નિતિ નિયમો અને સંસ્કારની વિરાસતને સાચવી રાખી તે યોગ્ય જ છે. ભણેલા યુવક યુવતીને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો પણ હક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News