BREAKING NEWS

૨૯ જુલાઈથી આધુનિક એલએચબી રેક સાથે દોડશે હાપા નાહરલાગુન સ્પેશિયલ

  • July 24, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં રેલવે વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રેન નંબર ૦૯૫૨૫૦૯૫૨૬ હાપાના હરલાગુનહાપા સ્પેશિયલમાં પરંપરાગત એલએચબી ઇન્ટિગ્રલ કોચ ફેકટરી રેકના સ્થાને એલએચબી લિંકે હોફમેન બુશ રેક લગાડવામાં આવશે. એલએચબી કોચ ઐંચી ઝડપે ઉત્તમ સ્થિરતા, ઓછા આંચકા અને અધતન સુરક્ષા વિશેષતાઓ માટે જાણીતા છે, જેનાથી મુસાફરોને પહેલા કરતાં વધુ સુગમ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપાનાહરલાગુન સ્પેશિયલમાં આ વ્યવસ્થા ૨૯ જુલાઈ, ૨૦૨૬થી હાપાથી અને ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલાગુનહાપા સ્પેશિયલમાં ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી નાહરલાગુનથી લાગુ થશે.
આ ટ્રેનમાં કુલ ૨૧ એલએચબી કોચ હશે, જેમાં ૧ સેકન્ડ એસી, ૩ થર્ડ એસી, ૧૧ સ્લીપર કલાસ, ૪ જનરલ કોચ, ૧ લગેજ વેન અને ૧ જનરેટર વેન સમાવિષ્ટ્ર હશે. એલએચબી રેકના સંચાલનથી ટ્રેનની સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે તેમજ મુસાફરોને પહેલા કરતાં વધુ આરામદાયક અને ગુણવત્તાયુકત મુસાફરીનો અનુભવ પ્રા થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application