આજી જીઆઇડીસીમાં બુધવારે સમી સાંજના તન્વી એક્ષપોર્ટના મેનેજર લાલાજીભાઇ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા નીપજાવી રૂ.૧.૫૩ કોરડના સોના- ચાંદીના લુંટની સનસનીખેજ ઘટના બની હતી. જે ગંભીર ઘટનાના પગલે ગુજરાત રાજયના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડિસીપી (કાઇમ) જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ અને એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલ.સી.બી.ઝોન-૧ ની ટીમ, તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્રારા બનાવ સ્થળ કરી અલગ-અલગ ટીમો બનાવીને સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી.
લૂંટની ઘટનાનું કાવતરું અગાઉ તન્વી ગોલ્ડ પેઢીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો અશ્વિનીકુમારે ઘડ્યું હતું. અશ્વિની સતત ઝગડા કરવાની ટેવ ધરાવતો હોય માટે અગાઉ ફેક્ટરીમાંથી તેને અઢી વર્ષ પૂર્વે જ કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે એક કોન્ટ્રાકટર મારફતે ફરીવાર ફેક્ટરીમાં નોકરી પર લાગી ગયો હતો પણ અશ્વિનીકુમારે પોતાનો સ્વભાવ નહીં બદલાવતા કોન્ટ્રાકટરે પણ તેને છ મહિના પૂર્વે રજા આપી દીધી હતી. જેથી નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી અહીં લૂંટ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
જે વચ્ચે પડે તેને ઢાળી દેજો: સૂત્રધારની સ્પષ્ટ સૂચના હતી
લૂંટારુઓ ફક્ત લૂંટનાં જ ઇરાદે અહીં આવ્યા હતા પરંતું કાવતરાખોર અશ્વિનીએ તમામ સાગરીતોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, લૂંટ દરમિયાન જે કોઈ વચ્ચે આવે તેને ઢાળી દેજો. જેના પરિણામે અનુરાગ નામના શખસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી મેનેજર લાલજીભાઈ સરધારાને છાતીનાં ભાગે ખુપી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રાજકોટ જિલ્લાના તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં દર બુધવારે બપોરે 4થી રાત્રીના 11 વાગ્યા સુધી રહેશે વીજકાપ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પત્ર લખીને તમામ ઔદ્યોગિક એસોસિએશનોને કરાઇ જાણ; પીજીવીસીએલ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય; કન્ટીન્યુ પ્રોસેસીંગ કરતા યુનિટને આ વીજકાંપમાંથી બાકાત રાખવામાં આવશે