BREAKING NEWS

ગુજરાત વાપીથી તાપી સુધી ઉદ્યોગોમાં ઓળખાતું, વાયબ્રન્ટ સમિટે ચારેય દિશામાં મેન્યુફેક્ચર સેક્ટરમાં અનેક તક અપાવીઃ હર્ષ સંઘવી

  • January 11, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વાપીથી તાપી સુધી ઉદ્યોગોમાં ઓળખાતું હતું. 2003થી વાઇબ્રન્ટ ગુજરાત લોન્ચ કરી ગુજરાતને ખુબ મોટું પ્રોત્સાહન અપાવ્યું છે. ચારેય દિશામાં મેન્યુફેક્ચર સેક્ટરમાં અનેક તક અપાવી છે. આ સમિટમાં 1500થી વધુ MOU થવાની શક્યતા છે.

વધુમાં જણાવ્યું હતું કે, રિવર્સ બાયર્સ સેલરમાં 16 દેશના લોકો જોડાયા છે જેનો ફાયદો થશે. રાજ્યમાં નીતિ ઝડપથી બદલાતી નથી. સેફટીની દ્રષ્ટિએ સૌથી વધુ અને સારી સુરક્ષા ગુજરાતમાં મળે છે. વચનો ગુજરાતીઓ હમેશા પૂર્ણ કરે છે. સપના સાકાર કરવા માટે યુવાનોને રોજગારી મળી છે.


વધુમાં જણાવ્યું હતું કે, ગિફ્ટસિટીનું વિઝન દુનિયા સમક્ષ મૂક્યું ત્યારે લોકો એને સપનું કહેતા હતા, પરંતુ આજે સપનું સાકાર થયું છે. ધોલેરા સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે. પીએમ મોદીએ આપેલા 23 પેરામીટર પર ગુજરાત કામ કરી રહ્યું છે. રાજ્ય સરકાર તમામની સાથે છે. વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવો તેવી હું અપીલ કરું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application