આટકોટમાં 7 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જેને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો= જીવનનો અંત.
પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance. આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application