ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઈ રતિલાલ કોઠારી કે જેઓએ દાયકાઓ સુધી ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ તેઓના ગૃહાંગણે રત્નકુક્ષિણી માતૃ સરોજબેનની કૂખે ૧૯/૩/૧૯૭૦ ના રોજ તેઓનો જન્મ થયેલ.
હેમેન્દ્રભાઈ,પિયુષભા ઈ તથા જિનેન્દ્રભાઈ ત્રણ ભાઈઓના એકના એક બહેન એટલે હર્ષાબેન. પ્રેમથી સૌ તેઓને બેના કહેતા હતા. જામનગરના ગોંડલ સંપ્રદાયના સાઘ્વી રત્ના પૂ.હર્ષાબાઇ મહાસતીજી અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા, ગઇકાલે બપોરે ૩:૩૦ વાગ્યે જય જય નંદા જય જય ભદ્રાના નાદ સાથે પાલખી યાત્રા ચાંદીબજાર સંઘ ખાતેથી નિકળી હતી.

ગોંડલ સંપ્રદાયના જશ, ઝવેર, પ્રભા પરીવારના સાઘ્વી રત્ના પૂ.હર્ષાબાઇ મહાસતીજી તા.૧૫-૧૧-૨૦૨૫ના રોજ અમદાવાદ વિરતી ઘર ખાતે ૪ સરણાના સ્વીકાર તથા નમસ્કાર મહામંત્રના સ્મરણ ખાતે સમાધી ભાવે કાળધર્મ પામેલ, ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઇ રતીલાલ કોઠારી કે જેઓ દાયકાઓ સાથે ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા કરેલ, તેઓના ગૃહાંગણે રત્નકુક્ષીણી માતા સરોજબેનના કુખે તા.૧૯-૩-૧૯૭૦ના રોજ તેમનો જન્મ થયેલ, પરીવારના હેમેન્દ્રભાઇ, પીયુષભાઇ તથા જીતેન્દ્રભાઇ ત્રણ ભાઇઓના એકના એક બહેન એટલે હર્ષાબેન પ્રેમથી તેમને બેના કહેતા હતાં, ગઇકાલે યોજાયેલ પાલખી યાત્રામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, નવાનગર બેંકના અજયભાઇ શેઠ સહિતના બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application