બહુ ચર્ચિત સુરેન્દ્રનગર તત્કાલીન જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ સામે ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ ગઈકાલે મયૂરસિંહ ગોહિલને કોર્ટે જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. આજે તત્કાલીન જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર ની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, રેસિડેન્ટ એડિશનલ કલેકટર આર.કે. ઓઝા, મયૂરસિંહ દિલીપસિંહ ગોહિલ, મયૂર બલવંતરાય દવે અને જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા સામે એન્ફેર્સમેન્ટ ડિરેકટરોરેટ (ઈડી)એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ કેસમાં મયૂરસિંહ ગોહિલને કોર્ટે જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
જ્યારે તત્કાલિન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની જામીન અરજીની આજે સુનાવણી કરાશે જયારે બાકીના આરોપીઓની તા. ૧૩ માર્ચના રોજ મુદત પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગરમાં જમીન એનએ કરવાના કૌભાંડમાં ઇડીએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, સિસ્ટમેટીક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેકટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, યારે અન્ય રેસિડેન્ટ એડિશનલ કલેકટર આર.કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે જમીન એન.એ. કરવા માટે ભાવો નક્કી કર્યા હતા. જેમાં પર સ્કેવર મીટર જમીન એન.એ. કરવા માટે .૧૦નો ભાવ ચાલતો હતો.પૂર્વ કલેકટરના પીએને કુલ લાંચની રકમના ૫૦ ટકા હિસ્સો પહોંચાડવામાં આવતો હતો. તેવી જ રીતે, કલાર્ક મયૂરસિંહ ગોહિલને પણ અમુક ટકાવારી મુજબ લાંચની રકમ મળતી હતી. ઈડીને રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફેન, લેપટોપ, પેન ડ્રાઇવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જ કરવામાં આવ્યા હતા. જેમાં પેન ડ્રાઈવમાં મહત્ત્વની વિગતો મળી આવી હતી. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડ મનીથી પિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેકટર ઓિસમાં સિસ્ટેમેટિક એનએ કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.
૧૧ મહિનામાં ૯.૬૦ કરોડની લાંચ, હિસાબ વોટસ એપમાં મોકલાતો
ઇડી દ્રારા જ કરાયેલ હિસાબ શીટસ અને ડિજિટલ રેકોર્ડના વિશ્લેષણ પરથી બહાર આવ્યું છે કે ગતતા.૫–૧૨–૨૦૨૪થી ૨૫–૧૧–૨૦૨૫ દરમિયાન એકત્રિત કરાયેલ કુલ લાંચના નાણાં .૯.૭૦ કરોડથી વધુ હતા. ઈડીએ નાયબ માલમતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં (બીજા કિસ્સામાં) હાથ ધરાયેલી સર્ચ કામગીરી દરમિયાન, એન્ફેર્સમેન્ટ ડિરેકટોરેટે .૬૭.૫૦ લાખ રોકડા જ કર્યા હતા, જે મોરીએ સીએલયુ અરજીઓની પ્રક્રિયા કરવા બદલ એનએ શાખામાં એકત્રિત કરાયેલા લાંચના પૈસાનો ભાગ હોવાનું સ્વીકાયુ હતું. વધુમાં, તેમના નિવાસસ્થાનમાંથી ચોક્કસ જમીનના પ્લોટ અને સીએલયુ અરજીઓ સંબંધિત લાંચના વિગતવાર હિસાબો ધરાવતી ૬૮ છૂટક શીટસ પણ મળી આવી હતી. તપાસમાં લાંચનો હિસાબ વોટસ એપ પર મોકલી આપવામાં આવતો હોવાનું પણ જણાયું છે.