અમરાપરમાં અંકિત ઘાડિયા અને લાલવાણી વિસ્તારમાં ચેતન આશરના એકાએક નિધન
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી ફરી એક વખત યુવાનોના હદયરોગના હુમલાથી મૃત્યુ નિપજવાની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, નવા વર્ષની શઆત પણ આઘાત સાથે થઇ છે અને માત્ર 32 તથા 45 વર્ષના બે યુવાનના અલગ-અલગ સ્થળે હદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતાં શોકની લાગણી જન્મી છે સાથે-સાથે ચિંતામાં પણ વધારો થયો છે.
જામનગર જિલ્લાના અમરાપર ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અંકીતભાઇ નારણભાઇ ઘાડીયાનું હદયરોગના પ્રાણઘાતક હુમલાથી નિધન થઇ જતાં પરીવાર, મીત્રો અને સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે, તેઓ સામાજીક અને રાજકીય ક્ષેત્રે સક્રિય હતાં, ગઇકાલે બપોરે 12:10 કલાકે ટીન કામમાં વ્યસ્ત હતાં ત્યારે એકાએક હાર્ટએટેક આવ્યો હતો, સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં, પરંતુ આ કાર્ડીયાક એરેસ્ટ એટલો તિવ્ર હતો કે, રસ્તામાં જ તેમનું પ્રાણ પંખે ઉડી ગયું હતું, અત્રે નોંધનીય છે કે, અંકિતભાઇને 3 વર્ષના બે જોડકા સંતાન છે, એકાએક નિધનથી પરીવારમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઇ છે.
હદયરોગના હુમલાની બીજી ઘટના જામનગરના લાલવાડી વિસ્તારમાં જ બની છે જયાં 45 વર્ષના ચેતનભાઇ ભગવાનદાસભાઇ આશરને હદયરોગનો તિવ્ર હુમલો આવતાં મૃત્યુ નિપજયું છે અને પરીવાર પર નવા વર્ષે જ આઘાતના ઓરતા ઉતરી આવ્યા છે. તેઓ પોતાની પાછળ પત્ની અને એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.
છેલ્લા પંદરેક દિવસથી ઠંડી વધી ત્યારથી હદયરોગના હુમલા કહો કે પછી કાર્ડીયાકએરેસ્ટ કહો એકાએક નિધનનાં આઘાતજનક સમાચારો સામે આવી રહ્યા છે, અગાઉ પણ આ બાબતે ઘણા સવાલો ઉઠયા હતાં, ઘણી વખત આજકાલ દ્વારા પણ યુવાનોના કાર્ડીયાક એરેસ્ટથી થઇ રહેલા નિધન અંગે ચિંતા દશર્વિી આ દિશામાં મેડીકલ ક્ષેત્રને સંશોધન કરવાની અપીલ કરવામાં આવી હતી.
ખાસ કરીને કોવીડ-2019ની મહામારી પછી અને કોરોના માટે અપાયેલી વેકસીનના ત્રણ તબકકા બાદ હદયરોગના હુમલાઓનું પ્રમાણ વઘ્યું છે તેમાં કોઇ ના કહી શકે નહીં, સમયાંતરે તબીબો અને નિષ્ણાંતો આ બાબતે પોતાના અભિપ્રાય આપીને એવું કહી ચૂકયા છે કે, કોવીડની મહામારી બાદ હદયરોગના હુમલાઓનું પ્રમાણ યુવાનોમાં વઘ્યું છે.
તાજેતરમાં દ્વારકા ખાતે હોટલ લેમન ટ્રીમાં સંપન્ન થયેલી કોન્ફરન્સમાં એક એવી મહત્વની વાત કરવામાં આવી હતી કે, અમેરીકાની વેકસીનથી નુકશાનીની વિગતો સામે આવી છે, પરંતુ ભારતમાં અપાયેલી વેકસીનના કારણે હદય સહિતના અંગોને નુકશાન પહોંચે છે કે નહીં તેનો કોઇ ડેટા ઉપલબ્ધ નથી.
મતલબ કે હજુ સુધી એ સંશોધન કરી શકાયું નથી કે, અપાયેલ વેકસીન હદયરોગ માટે જવાબદાર છે કે નહીં, અધુરામાં પુ કેન્દ્રના આરોગ્ય મંત્રી સોઇ ઝાટકીને એવું કહી ચૂકયા છે કે, યુવાનોમાં વધી રહેલા હદયરોગ માટે વેકસીન જવાબદાર નથી, પરંતુ એમણે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે, આખરે યુવાનોમાં હદયરોગનું પ્રમાણ વધવા પાછળનું કારણ શું છે ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech