BREAKING NEWS

ગુજરાતીઓ સાવધાન... આજે પણ હિટ વેવનું એલર્ટ, રાજકોટમાં 44 ડિગ્રીને પાર, આ દિવસથી તાપમાનમાં થશે ઘટાડો

  • April 27, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે મતદાનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજકોટ ગાંધીનગર અમરેલી અને અમદાવાદમાં તો મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 44.8 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 44.5 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 44.4 અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે રહેવા પામ્યું હતું.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે પણ ગુજરાતને ગરમીમાં રાહત નહીં મળે અને રાજ્યના અનેક વિસ્તારોમાં હીટ વેવ કન્ડિશન સર્જાશે. જોકે આવતીકાલથી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરશે.


ગુજરાત ઉપરાંત જમ્મુ કશ્મીર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ બિહારમાં આજે હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે હિટ વેવની ચેતવણી આપવામાં આવી છે.


ગુજરાતમાં અન્ય વિસ્તારોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે રહ્યું હતું પરંતુ ભેજના ઊંચા પ્રમાણના કારણે આવા વિસ્તારોમાં અકળામણ અને બેચેનીનું પ્રમાણ વધી ગયું હતું. ગઈકાલે ઓખામાં મહત્તમ તાપમાન 35.2 ડીગ્રી નોંધાયું હતું અને આજે સવારે અહીં ભેજનું પ્રમાણ 85 ટકા રહેવા પામ્યું હતું. વેરાવળમાં આજે સવારે ભેજનું પ્રમાણ 87% નોંધાયું છે જયારે ગઈકાલે મહત્તમ તાપમાન 34.8 ડીગ્રી નોંધાયું હતું. દ્વારકામાં ગઈકાલનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી હતું અને આજે ભેજનું પ્રમાણ 86% છે.

ગુજરાતના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે 43 ભાવનગરમાં 41.6 ભુજમાં 43.8 દાહોદમાં 40.8 ડાંગમાં 40.4 ડીસામાં 42.8 કંડલામાં 39.5 સુરતમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application