રાજકોટ શહેર ભાજપની એક વર્ષો જુની પરંપરા રહી છે કે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન પૂર્ણ થયા બાદ બુથ ઉપર બેઠેલા તમામ પોલિંગ એજન્ટ્સ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયે પહોંચે ત્યારબાદ એક કલાક બુથવાઇઝ મતદાનના આંકની સમીક્ષા થાય છે અને તેના ઉપરથી ભાજપ કેટલા મતે જીતશે તેનો અંદાજ જાહેર કરી આતશબાજી કરવામાં આવે છે, જો ભાજપ કાર્યાલય બહાર આતશબાજી ન થાય તો કંઈક અજુગતું હશે તેમ માનવાનું રહે. વોર્ડ કાર્યાલયે આતશબાજી થયા બાદ તમામ વોર્ડના જવાબદારો આંકડાકીય માહિતી સાથે શહેર કાર્યાલયે પહોંચે છે અને ત્યાં સમગ્ર શહેરની સ્થિતિનો તાગ મેળવી લેવાય છે. ગઈકાલે કરાયેલી સમીક્ષા મુજબ રાજકોટ મહાપાલિકામાં સુનિશ્ચિત પણે ફરી ભાજપનું શાસન આવે છે.
દરમિયાન આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની તમામ ૭૨ બેઠક ભાજપ જીતે છે તેવો મને વિશ્વાસ છે, તેમણે ઉમેર્યું હતું કે આ વખતે તો વોર્ડ નં.૧૫ની ચારેય બેઠકો ઉપર પણ ભાજપ જીતશે તે નિશ્ચિત છે. વોર્ડ નં.૧૫માં ૬૮.૩૯ ટકા જેવું જંગી મતદાન થયું તે ભાજપની તરફેણમાં જ થયું છે. રાજકોટની જનતાએ ભાજપ ઉપર જે ભરોસો મૂક્યો છે તે બદલ અમે જનતાના આભારી છીએ, તમામ વોર્ડમાં જંગી બહુમતીથી ભાજપનો જ્વલંત વિજય સુનિશ્ચિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application