BREAKING NEWS

આગામી બુધવારે અલીયાબાળા ખાતે નેત્રયજ્ઞ-દંતયજ્ઞનું આયોજન

  • April 27, 2026 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  આગામી બુધવારે અલીયાબાળા ખાતે નેત્રયજ્ઞ-દંતયજ્ઞનું આયોજન


હરીઓમ વૃધ્ધાશ્રમ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ અને રણછોડદાસ આશ્રમ- રાજકોટ ના ઉપક્રમે દર મહિને એક નેત્ર યજ્ઞ અને દંત ચિકિત્સા શિબિરનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.


ડીવાઈન ટ્રસ્ટના ટ્રસ્ટી હસુભાઈ મકવાણાની યાદી મુજબ આ મહીને તા:૨૯-૪-૨૬ ને બુધવારે સવારે ૯ થી ૧૨-૩૦ શ્રી હરિઓમ વૃધાશ્રમ રણુજા મંદિર સામે અલીયા બાળા ખાતે નેત્રયજ્ઞ અને આયુર્વેદ દંત ચિકિત્સા અને રાહત દરે દાંતની બત્રીસીનો કેમ્પનું આયોજન હરીઓમ વૃધ્ધાશ્રમ ખાતે કરેલ છે. હરિઓમ વૃધાશ્રમ ના અગ્રણી જોશીબાપાના માર્ગદર્શન હેઠળ યોજનાર કેમ્પમાં નેત્રયજ્ઞ માટે રણછોડદાસ આશ્રમના તબીબો ની ટીમ. સેવાપ્રદાન કરે છે. તેમજ દંત યજ્ઞ માટે ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ના ડો.જયસુખભાઈ મકવાણા સી.આર.એ.વી.ગુરુ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ - ન્યુ.દિલ્હી), મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણ અને ડો.સંજય અગ્રાવત સેવા આપશે. દાંતના રોગોનું નિદાન કરી સારવાર અપાશે અને જલંધર બંધ યોગ વડે દાંત કાઢી અપાશે.


જરૂરીયાત મંદ દર્દી ને તદન ટોકન ભાવે દાંત ની બત્રીસી (ચોકઠાં) બનાવવા માટે માપ લેવાની વ્યવસ્થા કેમ્પ ના સ્થળે રાખવામાં આવી છે. આ કેમ્પનો લાભલેવાઅલીયાબાળા અને આજુ - બાજુ ના જાંબુડા, રણુજા,શેખપાટ, ફલ્લા, બેરાજા,થાવરિયા, વિજરખી સહીતના ગ્રામજનો ને ડીવાઈન ટ્રસ્ટ ના હસુભાઈ મકવાણા અને ડો.વિજય ભાઈ પીઠડીયા,વિગેરે અપીલ કરેલ છે.વધુ વિગત માટે મોનિકા ભટ્ટ ૯૪૦૯૭૭૩૬૭૪નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application