ગિનીમાં ભારે વરસાદથી કચરાનો પહાડ તૂટી પડો: ૩૦નાં મૃત્યુ
ગિનીમાં ભારે વરસાદથી કચરાનો પહાડ તૂટી પડો: ૩૦નાં મૃત્યુ
August 24, 2026 03:03 PM
ગિનીની રાજધાની કોનાક્રીમાં અતિ ભારે વરસાદના પગલે સૌથી મોટા લેન્ડફિલ એટલે કે કચરાના ઢગલાની સાઈટમાં કચરાનો મોટો ગંજ ધસી પડો હતો. જેના પગલે નીચે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા ૩૦ લોકો માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે ૨ વાગ્યાની આસપાસ શ થયેલા ભારે વરસાદે કોનાક્રીના સૌથી મોટા લેન્ડફિલ દાર એસ સલામ ખાતે કચરાના ઢગલા વહાવી દીધા અને ભૂસ્ખલન થયું, જેના કારણે નજીકની ઝૂંપડપટ્ટીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ. બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને ઘણા ઘરો નાશ પામ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાદેશિક વહીવટ અને વિકેન્દ્રીકરણ મંત્રી ડાયનેબો ટુરેએ જણાવ્યું હતું કે લેન્ડફિલ નજીકના રહેવાસીઓને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકો આ વિસ્તાર છોડીને જવા માટે મજબૂર થયા હતા, પરંતુ ઘણા લોકો હજુ પણ આપત્તિ સમયે હાજર હતા. અમે ખાતરી કરીશું કે બાકીના પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવે.