BREAKING NEWS

આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, બે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન ડિસ્ટર્બ થશે

  • January 19, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર હિમાલયન રિજીયનને અને નોર્થ વેસ્ટ ઇન્ડિયાને પ્રભાવિત કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે સર્જાયું છે અને આવું જ બીજું એક તાકાતવાળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે મંગળવારે સર્જાશે. ઉપરા ઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પણ અનેક ડિસ્ટર્બન્સ આવશે.


23મીએ સૌથી વધુ હિમવર્ષા થશે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમની અસરના ભાગરૂપે જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ અને હિમવર્ષા માટેની ચેતવણી આપવામાં આવી છે. તારીખ 23ના હીમ વર્ષા અને વરસાદનુ સૌથી વધુ પ્રમાણ હશે.


આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વાતાવરણમાં ફેરફારની અસર જોવા મળશે અને તા. 24 સુધી આ પ્રકારે વાતાવરણ રહેશે.


રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની માત્રા વધુ રહેવાની શક્યતા

દક્ષિણના રાજ્યોમાં મોટાભાગના વિસ્તારોમાં નોર્થ ઈસ્ટ મોન્સૂન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. નિકોબાર ટાપુ જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે. બાકી દક્ષિણના મોટાભાગના રાજ્યોમાં વરસાદની હાજરી દિન પ્રતિદિન ઘટી રહી છે. જ્યારે હવે જમ્મુ કશ્મીર સહિતના રાજ્યોમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાન અને હરિયાણા વચ્ચે સાયક્લોનીક સર્ક્યુલેશન જોવા મળે છે અને તે આસિસ્ટન્ટ સાથે ટચ થતું હોવાથી રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની માત્રા વધુ રહેવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application