રાજકોટમાં ભર શિયાળાના દિવસોમાં અચાનક કમોસમી વરસાદે શહેરના જનજીવનને અસર કરી છે. બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ વારમાં જોરદાર પવન સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
મળતી માહિતી મુજબ યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ વિસ્તાર, જામનગર રોડ, ઢેબર રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને ઘણી જગ્યાએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
વરસાદના કારણે દિવસ દરમિયાન સાંજ જેવું અંધારું છવાઈ ગયું હતું. ઓછી વિઝિબિલિટી અને સતત વરસાદને કારણે વાહનચાલકોને ફરજિયાત હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠામાં પણ ખલેલ પહોંચ્યાની માહિતી મળી છે. લોકો અચાનક આવેલા વરસાદથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા, કારણ કે શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે આવો વરસાદ વરસતો નથી.
આજે થર્ટી ફર્સ્ટ હોવાથી શહેરમાં અનેક જગ્યાએ પાર્ટી અને કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. પરંતુ અચાનક વરસેલા ધોધમાર વરસાદને કારણે પાર્ટીના આયોજકોમાં દોડધામ મચી ગઈ છે. ખુલ્લા સ્થળે યોજાનારા કાર્યક્રમો કરવા પડકારજનક બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં હવામાનમાં ફેરફાર શક્ય છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. જો કે એકાએક જોરદાર પવન અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. આજે થર્ટી ફર્સ્ટ છે ત્યારે પાર્ટીનું આયોજન કરનારાઓમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, જામનગર રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસા વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. તેમજ દિવસે સાંજ જેવું અંધારૂ થઈ જતા વાહનચાલકોને ફરજિયાત હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.