રાજકોટમાં ગુમ થયેલો મોબાઇલ ફોન ફરિયાદીને પરત સોંપવા ત્રણ માસ પહેલા રૂ. 2000ની લાંચના છટકામાં ઝડપાઇને હવાલે થયેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના યોગેશ રાજેશભાઈ મકવાણાનો મોબાઈલ ફોન તા. ૨૭/ ૮/ ૨૦૨૪ના રોજ રૈયા ગામ બસ સ્ટેન્ડ આસપાસ ખોવાઈ ગયેલ હોય એટલે તે ગાંધીગ્રામ-૨ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી હતી, દરમિયાન પોલીસ સ્ટેશન દ્વારા ફોનથી મોબાઈલ ફોન મળી ગયો હોવાની અને બિલ સાથે આવી રૂબરૂ લઈ જવાનું જણાવાતા, યોગેશ મકવાણા તા. ૨/ ૧/ ૨૫ના રોજ સવારે ફરિયાદી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સંબંધિત કર્મચારી મહિલા કોન્સ્ટેબલ અનિતાબેનને મળતા તેમણે જરૂરી ફોર્મ ભરાવ્યા બાદ "ફોન પાછો જોઈતો હોય તો મારી સાથે રૂા.૨૦૦૦/-નો વહીવટ કરવો પડશે" તેમ કહેતા, અરજદાર યોગેશ મકવાણા પાસે રકમ ન હોય, રકમની વ્યવસ્થા કરી મોબાઈલ ફોન લઈ જઈશ, ત્યારબાદ યોગેશ મકવાણાએ તા. ૩/ ૧/ ૨૪ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ અને તેના મિત્ર ભાવેશભાઈ રાઠોડે રૂપિયા ૧૫૦૦ આપવાનું નક્કી કરતી વાતચીતનું મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધા બાદ શહેર એસીબીમાં ઓડિયો રેકોર્ડિંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેથી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવાયેલી ટ્રેપમાં મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઇશ્વરભાઇ વાઘેલા પંચો રૂબરૂ ઝડપાઈ જતા તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સૂચનાથી જેલહવાલે કરાયા હતા. ત્યારબાદ અદાલતમાં ચાર્જશીટ મુકાઈ જતા આરોપી અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલાએ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ થતા તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં આરોપી વતી એવો બચાવ લેવામાં આવ્યો હતો કે ફરીયાદ મુજબ આરોપીએ કોઈ જાતની રકમની માંગણી કરી ન હતી, મુદામાલની લાંચની રકમ આરોપી પાસેથી રિકવર થઈ નથી સહિતની રજૂઆતો દલીલો ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન વાઘેલાની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. આ કામમાં ગુજરાત હાઇકોર્ટમાં વિશાલ આણંદજીવાલા, રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:38 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMદરબાર ગઢ, બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ફરી દબાણ હટાવ કામગીરી
May 01, 2025 05:05 PMખંભાળિયાની જર્નાલિસ્ટે વધુ એક વખત વધાર્યું રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ
May 01, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech