જામનગરમાં વર્ષો જુની દિગ્જામ મીલ હાલ બંધ થઇ ગઇ છે ત્યારે ૨૦૦૨ની સાલમાં મીલની આશરે કરોડો રૂપિયાની ૧૯૭૨૮ ચો.મી. જમીનનું સંપાદન ગેરકાયદેસર હોવા અંગેનો કેસ ચાલી જતાં ગુજરાત હાઇકોર્ટે વર્ષો પહેલા સંપાદીત થયેલ જમીન મુળ માલીકને સોંપવા હુકમ કર્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ દિગ્જામ મીલ દ્વારા ૨૦૦૨ની સાલમાં મે.વોકર અંજારીયા એન્ડ સન્સ પ્રા.લી.ની જમીન સંપાદીત કરવામાં આવી હતી, ત્યારબાદ કંપની પણ બંધ થઇ ગઇ છે અને તેથી જમીન સંપાદનનો કોઇ હેતુ સીઘ્ધ થતો નથી, આવા મુદાને અને ઉદાહરણોને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, આશરે ૧૯૭૨૮ ચો.મી. જમીનની કિંમત કરોડો રૂપિયાની થાય છે અને ૨૦૦૨થી આ અંગેનો કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.
દિગ્જામ વુલન મીલ ઘણા સમયથી બંધ છે અને આ કંપનીને આ જમીન સંપાદન કર્યા બાદ તેનો હેતુ કોઇ સીઘ્ધ થતો નથી અને આ અંગેનો કેસ મે.વકર અંજારીયાએ કેસ કર્યો હતો અને અમોને આ જમીન પાછી દેવા જણાવ્યું હતું, આખરે હાઇકોર્ટે મે.વકર અંજારીયા એન્ડ સન્સ પ્રા.લી.ને વર્ષો પહેલા સંપાદીત કરેલી કરોડો રૂપિયાની આ જમીન માલીકને પરત કરવા જિલ્લા કલેકટરને હુકમ કર્યો હતો.
જામનગરમાં એક સમયે દિગ્જામ વુલનમીલ પુરજોશમાં ચાલી રહી હતી અને તેની બનાવટનું કાપડ પણ દેશ-વિદેશમાં વેંચાતું હતું, કંપની કેટલાક ભાગનું વેંચાણ કર્યુ છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હવે ૧૯૭૨૮ ચો.મી. જમીન જે અગાઉ સંપાદીત કરી છે તે પાછી સોંપવાનો હુકમ કર્યો છે.