BREAKING NEWS

હાઇકોર્ટ દ્વારા એ-ફોર સાઈઝ કાગળના વપરાશના પરિપત્રની અમલવારી 31 જાન્યુ. સુધી મુલતવી

  • January 02, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં અદાલતોની કેસ ફાઇલિંગ સહિતની કાર્યવાહીમાં તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૬થી એ-ફોર સાઈઝના કાગળ વાપરવા અને કોમ્પ્યુટર લખાણમાં લોહીત ફોન્ટ વાપરવાનો બહાર પાડવામાં પરિપત્રની અમલવારી તારીખ 31/ 1/ 2026 સુધી મુલતવી રાખવાનો આજે બીજો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા ગઇ તા‌. ૨૨/ ૧૨/ ૨૦૨૫ના રોજ અદાલતો જોગ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં વકીલોએ રાજ્યની ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી સમક્ષ રજૂ થતા વકીલાતપત્ર, પિટિશન,એફિડેવિટ, પ્લીડિંગ વિગેરેમાં એ-ફોર સાઈઝના પેપરનો ઉપયોગ કરવો, તેમજ પેપરની બંને બાજુએ પ્રિન્ટ કરવું તે મતલબનો પરિપત્ર જાહેર કરેલ હતો. દરમિયાન આ પરિપત્ર સામે રાજકોટ સહિત રાજ્યભરની અદાલતોના વકીલોમાં વિરોધ ઉઠ્યો હતો. તેમજ પરિપત્રની અમલવારી સંદર્ભે વકીલોમાં વિરોધ હોવાની હાઇકોર્ટમાં રજૂઆતો કરાઇ રહી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા એ પરિપત્રની અમલવારી 31 જાન્યુઆરી 2026 સુધી મુલતવી રાખવા અંગે આજે નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application