ગુજરાતના મોરબી શહેરમાં રાજા રજવાડાના વખતનો મહેલ છે જે મણી મંદિરથી પ્રખ્યાત છે. જેમનો કબજો લેવાના એકમાત્ર ઈરાદાથી એક મજારમાંથી મસ્જિદ બનાવી દીધી હતી. જેને લઈ કાજલબેન હિન્દુસ્થાનીના નેતૃત્વમાં હિન્દુ સેના તેમજ અન્ય સંગઠનોએ સારી એવી લડત આપી આવેદનપત્રો પણ આપ્યા હતાં. જેને લઈ મોરબી શહેરમાં હાઇકોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર દ્વારા આ અવેધ બાંધકામને હટાવી તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં આ સાહસિક પદાધિકારીઓને તેમજ ગુજરાતના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને ગુજરાત હિન્દુ સેના સન્માન સાથે બિરદાવી રહી છે.
ગુજરાતમાં અવેધ બાંધકામો કરી ધાર્મિક સ્થાનો પર કબ્જા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભારતમાં ૪૦,૦૦૦ થી વધુ મંદિરો પર અવધ બાંધકામો સાથે કબજાઓ થઈ ગયા છે જેને લઈ હિન્દુ સેના શાંત નહીં બેસે અને ગુજરાતમાં આવા અવેધ બાંધકામો કરનારાઓને તથા ધાર્મિક સ્થાનો અને હેરિટેજ સ્થળોને નિશાન બનાવનારા સામે મેદાને ઉતરશે જરૂર પડ્યે આંદોલન કરવા તરફ પણ હિન્દુ સેના અચકાસે નહીં.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીના મણીમંદિરથી લઈ ગુજરાતના અનેક હેરીટેજ સ્થળો તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા તેમજ વિકસાવવાની જવાબદારી લેવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ ઉપાધ્યક્ષ વિનય શર્મા દ્વારા માંગણી કરાઈ છે. સાથો સાથ ગુજરાતમાં વધતા ધાર્મિક તેમજ હેરિટેજ સ્થળોને નિશાન બનાવી આવેધ બાંધકામો અને ગૌચરની જમીનો પરના દબાણ દૂર કરવા ૧૩ ડિસેમ્બરે ૨૦૨૫ના રોજ સાંજે ૬ થી ૮ કર્ણાવતી હિન્દુ સેના કાર્યાલય પર ગુજરાત પ્રદેશ સ્તરના પદાધિકારીઓનું મિલન પણ રાખેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application