BREAKING NEWS

હાથના કર્યા હૈયે વાગ્યા...! રાજકોટમાં અમિન માર્ગના છેડે મનપાના ખાડામાં તેનો જ ટ્રક ફસાયો

  • June 06, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૮માં અમિન માર્ગના છેડે કોર્નર ઉપર એક ભયંકર ખાડો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસે અનેક વાહનો ખૂંપી જાય છે, દરમિયાન હાલ રાજકોટ મહાપાલિકામાં પ્રીમોન્સુન કામગીરીની મિટીંગો યોજીને વાતોના વડા કરવાની કામગીરી ચાલુ છે બરાબર ત્યારે જ આ ખાડામાં મહાપાલિકાનો ટ્રક ખૂંપી જતા તંત્રની આબરૂનો ધજાગરા થયા છે.


રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે આજે એક વિચિત્ર અને તંત્રની બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ પર પાઇપલાઇનના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં મહાનગરપાલિકાની જ ડ્રેનેજ શાખાની ટ્રક ખૂંપી ગઈ હતી. 6 જૂનની સવારે બનેલી આ ઘટના બાદ બપોર સુધી ટ્રક ત્યાં જ ફસાયેલી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો ટ્રાફિકજામથી ભારે પરેશાન થયા હતા. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં સુરક્ષાના કોઈ નિયમો ન જળવાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.


દરમિયાન આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડો.નેહલ શુક્લએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા દોઢ કલાક પહેલા જ આ ઘટનાની જાણ થતાં સંલગ્ન અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. બે દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હોવાથી કામગીરી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ માત્ર રેતી-કપચી નાખી ખાડો પૂરવામાં આવતા રસ્તો કાચો રહી ગયો હતો તેથી આવું બન્યા નું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application