BREAKING NEWS

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટમાં કેવી રીતે પહોંચ્યા? જાણો હેકર્સે કેવી રીતે સિસ્ટમ હેક કરી

  • November 04, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના ડિફોલ્ટ એડમિન લોગિન પાસવર્ડ 'એડમીન123' નો ઉપયોગ કરીને સીસીટીવી સિસ્ટમ હેક કરવાની ઘટના દેશના સૌથી ચિંતાજનક સાયબર કૌભાંડોમાંનું એક બની ગયું છે. હેકર્સે હોસ્પિટલના સીસીટીવી સિસ્ટમને હેક કરી, ગાયનેકોલોજી વોર્ડમાં તપાસવામાં આવતી મહિલાઓના ફૂટેજ ચોરી લીધા અને નફા માટે તેને આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટમાં વેચી દીધા હતા. આ ઘટનાએ દેશભરમાં સાયબર સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે.​​​​​​​


આ કૌભાંડ લગભગ એક વર્ષ સુધી ચાલ્યું

એક અહેવાલ મુજબ, એક્સેસ લોગ દર્શાવે છે કે આ કૌભાંડ જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 ની શરૂઆત સુધી લગભગ એક વર્ષ સુધી ચાલ્યું હતું. આ વર્ષના ફેબ્રુઆરીમાં સાયબર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. હેકર્સ નવ મહિનામાં દેશભરમાંથી લગભગ 50,000 સીસીટીવી ક્લિપ્સ ચોરી કરવામાં સફળ રહ્યા.


80 સીસીટીવી ડેશબોર્ડ હેક કરવામાં આવ્યા

તપાસ દરમિયાન, દેશભરના ઘણા શહેરો - પુણે, મુંબઈ, નાસિક, સુરત, અમદાવાદ અને દિલ્હીમાં આશરે 80 સીસીટીવી ડેશબોર્ડ હેક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. પીડિતો 20 રાજ્યોમાં ફેલાયેલા હતા, જેમાં હોસ્પિટલો, શાળાઓ, કોર્પોરેટ ગૃહો, સિનેમા હોલ, ફેક્ટરીઓ અને ખાનગી ઘરોનો પણ સમાવેશ થાય છે.


પહેલી ધરપકડ આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી

આ કેસમાં પહેલી ધરપકડ આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી, પરંતુ તપાસકર્તાઓએ શોધી કાઢ્યું કે ગેરકાયદેસર રીતે મેળવેલી આ ક્લિપ્સ જૂન સુધી ટેલિગ્રામ ગ્રુપ્સ પર રહી હતી. તપાસકર્તાઓએ શોધી કાઢ્યું કે આમાંની ઘણી સીસીટીવી સિસ્ટમો હજુ પણ ફેક્ટરી-સેટ પાસવર્ડ્સનો ઉપયોગ કરી રહી હતી, જેમ કે એડમિન123.


પાસવર્ડ્સ હેક કરવા માટે ત્રણ અલગ અલગ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરાયો

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'બ્રુટ ફોર્સ એટેક'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં હેકર્સ લોક ખોલવા માટે અક્ષરો અને સંખ્યાઓના દરેક સંભવિત સંયોજનનો પ્રયાસ કરવા માટે પ્રોગ્રામ અથવા બોટનો ઉપયોગ કરે છે. આ ઓપરેશનમાં મુખ્ય હેકર અને બી.કોમ ગ્રેજ્યુએટ, પરિત ધમેલિયાએ આવું કરવા માટે ત્રણ અલગ અલગ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો.


ટેલિગ્રામ ગ્રુપ્સ રૂ.700 થી રૂ.4,000માં ફૂટેજ વેચાયા હતા

રાજકોટ ફેસેલીટીમાંથી ટીઝર ક્લિપ્સ મેઘા એમબીબીએસ અને સીપી મોન્ડા જેવી યુટ્યુબ ચેનલો પર ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. ગ્રાહકોને ફૂટેજ ખરીદવા માટે ટેલિગ્રામ ગ્રુપ્સ તરફ નિર્દેશિત કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂ. 700 થી રૂ.4,000 ની વચ્ચે હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application