જૂનાગઢમાં વાહન પ્રવેશ બંધી છતાં માયાભાઈનો પુત્ર બસ સાથે પહોંચ્યો કેવી રીતે?
જૂનાગઢમાં વાહન પ્રવેશ બંધી છતાં માયાભાઈનો પુત્ર બસ સાથે પહોંચ્યો કેવી રીતે?
February 14, 2026 12:00 PM
મહાશિવરાત્રી મેળામાં વાહનોના પ્રવેશ પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ લોકગાયક માયાભાઈ આહીરનો પુત્ર ખાનગી બસમાં ભવનાથ તળેટી સુધી પહોંચ્યો હતો. વાહનોના પ્રવેશ પર પ્રતિબધં હોવા છતાં જયરાજ આહીર જુના અખાડા સુધી પહોંચ્યો કેવી રીતે તે અંગે અનેક સવાલો સર્જાયા છે. સમગ્ર ઘટના મામલે જિલ્લ ા કલેકટરના આદેશથી એસપી દ્રારા તપાસ સમિતિની રચના કરી છે સીસીટીવી ફટેજ તથા પરવાનગી સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. લોકગાયક માયાભાઈનો પુત્ર જયરાજ આહીર વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. મહાશિવરાત્રી મેળામાં આ વખતે તત્રં દ્રારા ભવનાથ તળેટીમાં વાહનો લઈ જવા પ્રવેશ પ્રતિબધં લગાવાયો છે અને ચાલીને જવાનો નિયમ છે. તો બીજી તરફ માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીર ખાનગી બસ લઈને ભવનાથ મેળામાં પહોંચ્યો હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા છે. લઘુ કુંભ હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા અધિકારીઓ પદાધિકારીઓની અવરજવર માટે ૪૦ બસ ભાડે રાખવામાં આવી છે.જયરાજ આહીર જે બસમાં આવ્યો તે ખાનગી હતી કે પછી તત્રં દ્રારા રખાયેલી બસ હતી. તે અંગે અનેક સવાલો સર્જાયા છે. ભરડા વાવથી જ તત્રં દ્રારા વાહનોને રોકવામાં આવી રહ્યા છે પરંતુ ભવનાથ તળેટી જુના અખાડા સુધી પહોંચી ગઈ હતી અને ભવનાથ મંદિરે દર્શન પણ કર્યા હતા. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનતા તત્રં સફાળું લાગ્યું છે અને જિલ્લ ા કલેકટર અનિલ રાણાવસિયા દ્રારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ખાનગી મીની બસને તળેટી સુધી લાવવા મંજૂરી કેવી રીતે મળી, બસ કયાંની હતી અને કોણ ચલાવતું હતું, કયાંથી ઉપડી હતી, સહિતની વિવિધ દિશાઓમાં ઐંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે વિવિધ વિસ્તારોના સીસીટીવી ફટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
વીઆઈપી કલ્ચરના પોકળ દાવા વિપક્ષ દ્રારા તટસ્થ તપાસની માગ જુનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસના વિપક્ષી નેતા લલિતભાઈ પણસારાએ આક્ષેપ કર્યેા હતો કે જે બસમાં જયરાજ આહીર તેના મિત્રો સાથે આવ્યા હતા તેનો વિડીયો વાયરલ થયો છે તે બસ સર્કિટ હાઉસ ખાતે મુકેલી હતી અને અને અર્બનિયા કાર રાજકોટની એજન્સી માધ્યમથી ભાડે રાખવામાં આવી છે અને એક દિવસનું ૧૮ હજાર આસપાસ ભાડું આપવામાં આવી રહ્યું છે. એક તરફ સામાન્ય લોકોને ચાલીને જવા જ આદેશ કરવામાં આવે છે. અને વીઆઈપી કલ્ચર નાબૂદ કરવા જણાવ્યું છે તો બીજી તરફ વી વીઆઈપી કલાકારોના પુત્ર તેના મિત્ર સાથે એસી કારમાં બેસીને સોમનાથ સુધી પહોંચી ગયા તે તંત્રના દાવા પોકળ સાબિત થયા છે અને સમગ્ર મામલે તત્રં કઈ દિશામાં પગલાં લેશે તે અંગે મીટ મંડાઈ છે. અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે સામાન્ય ગુનાઓમાં પોલીસ દ્રારા ચોરાયેલી ચીજો સાથે આરોપીઓને તાત્કાલિક ઝડપી લે છે તો બીજી તરફ ભવનાથ તળેટી સુધી આવેલ ખાનગી બસ કયાંથી આવી અને આવી હતી તો કોની રાહબારી હેઠળ લાવવામાં આવી તે મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો માત્ર તપાસ થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોઈ ફોડ પાડવામાં આવતો નથી