રાજકોટમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે લુખ્ખા અને માથાભારે તત્વો ફાટીને ધુમાડે ગયા છે. છાશવારે કાયદો હાથમાં લઇ નિર્દોષ નાગરિકોને રંજાડી રહ્યા છે. હવે તો આ વાતની પ્રતિતિ ખુદ પોલીસને પણ થઇ રહી છે. શહેરના ભૂતખાના ચોકમાં બંધ સાઈડમાંથી નીકળેલા એક્સેસ ચાલકને ટ્રાફિક કોન્સ્ટેબલે અટકાવતા ચાલક ઉશ્કેરાયો હતો અને હું સદર બજારનો ડોન સમીર બ્લોચ છું, બધી પોલીસ મારા હાથમાં છે તારી વર્દી ઉતારી નાખીશ કહીં કોન્સ્ટેબલ પર હુમલો કરી ધમકી આપી હતી.આ અંગે પોલીસમેનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની આગવી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં રૂતુરાજસિંહ રાણાએ એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદર બજારના સમીર બ્લોચનું નામ આપ્યું હતું. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રાફીક શાખામાં સેક્ટર નં.03 માં પોલીસ કોન્સટેબલ તરીકે છેલ્લા પાંચેક મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે તેઓની નોકરી ભુતખાના ચોકમાં બપોરના ત્રણ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીની હતી.તેઓ ભુતખાના ચોક પાલજી સોડાની દુકાન સામે ફરજ ઉપર હાજર હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ ટ્રાફીક ક્લીયર કરાવતાં હતાં. લોધાવાડ ચોકી તરફની સાઇડ બંધ કરાવી બીજી સાઇડનું ટ્રાફીક ક્લીયર કરાવતાં હતાં.
દરમિયાન બંધ સાઇડ તરફથી એક નંબર પ્લેટ વગરનું એક્સેસનો ચાલક તેની સાઇડ બંધ હોવા છતા તે ત્યાથી જતો હતો. જેથી એકસેસ ચાલકને ઉભો રાખીને પુછયું હતું કે, તમારી સાઇડ બંધ છે, તો પણ તમે કેમ તમારૂ વાહન ચલાવીને જાવ છો ? તેવુ કહેતા તે શખસે ઉશ્કેરાઈને કહ્યું હતું કે, હું સદર બજારનો ડોન છું, મારૂ નામ સમીર બ્લોચ છે, અને બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી તું ઓળખતો નથી તેમ કહેવા લાગ્યો હતો અને મારી ગાડી તારાથી રોકાય કેમ? તને હું જોય લઇશ તેવી વાત કહી આ સમીર બ્લોચ તેનુ એકસેસ લઇને બીજા વાહનોને ભટકાઈ તે રીતે ભાગવા લાગ્યો હતો.
ત્યારે ફરીયાદીએ બન્ને ટીઆરબી જવાનોની મદદથી તેના એક્સેસને રોકીને તેને ત્યાં ઉભો રાખેલ ત્યારે સમીર બ્લોચ ગાળો આપવા લાગ્યો હતો જેથી તેને શાંતી રાખવા જણાવેલ તો તે વધુ ઉશ્કેરાઇને કહેવા લાગેલ કે, હું તને મારી નાખીશ કહીં ધમકી આપી તારે જે કરવું હોય તે કરી લે હું તારી વર્દી ઉતારી નાંખીશ.
પોલીસ જવાન સાથે જાહેર રોડ ઉપર ઝપાઝપી કરવા લાગેલ હતો. બાદમાં પોલીસ જવાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ અને આરોપીને એ. ડીવીઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech