BREAKING NEWS

હું શાંતિદૂત છું, મેં આઠ યુદ્ધ અટકાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી રાગ આલાપ્યો

  • April 18, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે પોતાને શાંતિદૂત તરીકે વર્ણવ્યા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત આઠ યુદ્ધો બધં કરવાનો દાવો કર્યેા હતો. ટ્રમ્પ એ કહ્યું કે મારા આ પગલાથી ૩૦ થી ૫૦ મિલિયન લોકોનો જીવ બચ્યો છે.ટ્રમ્પે ઈરાન સાથેના શાંતિ કરારને પણ ખૂબ નજીક ગણાવ્યો, પરંતુ તેહરાને પરમાણુ સામગ્રીના સ્થાનાંતરણ અંગેના તેમના દાવાને સ્પષ્ટ્રપણે નકારી કાઢો.ટ્રમ્પે કહ્યું, અમે કરારની ખૂબ નજીક છીએ. એવું લાગે છે કે તે બધા માટે ખૂબ સાં રહેશે. તેહરાન સાથે હવે કોઈ અવરોધો બાકી નથી. ટ્રમ્પએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ ખુલી ગઈ છે અને ફરીથી બધં થશે નહીં. તેમણે કહ્યું,બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.તો બીજી તરફ ઈરાને સ્પષ્ટ્ર કહ્યું હતું કે યુરેનિયમના ભંડારને કયાંય સ્થાનાંતરિત કરાશે જ નહી. વાટાઘાટો હજુ પણ તેમના પ્રારંભિક તબક્કામાં છે અને ઘણા મુખ્ય મુદ્દાઓનું નિરાકરણ બાકી છે.બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેહરાને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે તેના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને કયાંય સ્થાનાંતરિત કરવામાં આવશે નહીં. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે પરમાણુ સામગ્રીના સ્થાનાંતરણ માટે કોઈ કરાર થયો નથી.ઈરાને એ પણ સ્પષ્ટ્રતા કરી કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું એ ઈરાની પહેલ છે અને તેમાં કેટલીક શરતો શામેલ છે. તેહરાનના મતે, વાટાઘાટો હજુ પણ તેમના પ્રારંભિક તબક્કામાં છે અને ઘણા મુખ્ય મુદ્દાઓનું નિરાકરણ બાકી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application