BREAKING NEWS

કર્ણાટકમાં કાર અકસ્માતમાં આઈએએસ ઓફિસર સહિત તેના બે ભાઈ કાળને ભેટ્યા

  • November 26, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કર્ણાટકના કલબુર્ગીમાં કાર અકસ્માતમાં એક આઈએએસ અધિકારી અને તેના બે ભાઈઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2012ની બેચના આઈએએસ અધિકારી 51 વર્ષીય મહંતશ બિલાગી સામેલ છે, જે કર્ણાટક રાજ્ય ખનિગ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા.

મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત મંગળવારે (25 નવેમ્બર) જેવાર્ગી તાલુકાના ગૌનાલ્લી ક્રોસ પાસે થયો હતો. જેવાર્ગી બાઇપાસ પાસે તેમની ઇનોવા કાર પલટી ગઈ હતી. મહંતશ અને તેમના 55 વર્ષીય ભાઈ શંકર બિલાગી અને 53 વર્ષીય ભાઈ ઈરન્ના બિલાગી વિજયપુરાથી કલબુર્ગી જઈ રહ્યા હતા. શંકર બિલાગી અને ઈરન્ના બિલાગીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મહતંશને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા પરંતુ, તેમનો જીવ બચાવી શકાયો નહીં. અને કાર ચાલક સામાન્ય ઈજા સાથે બચી ગયો છે.

બેલગાવી જિલ્લાના રામદુર્ગના રહેવાસી મહંતશે ઉડ્ડપી, દાવણગેરે અને ચિત્રદુર્ગમાં વિવિધ પદો પર કામ કર્યું છે. કર્ણાટક રાજ્ય ખનીજ નિગમના એમડીનું પદ સંભાળ્યા પહેલાં તેઓ બેસ્કોમના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application