૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સીએ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ સીએ પ્રસન્ના કુમાર ડી.. વાઇસ પ્રેસિડેન્ટ સીએ મંગેશ કિનરે, તથા જામનગર બ્રાન્ચના ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટના ચેરમેન સીએ વિશાલ દોશી (બરોડા), તથા કમિટીના અન્ય સભ્યો સીએ ઉમેશ રવાણી, સીએ કલ્પિત મહેતા, સીએ. આનંદ રાયચૂરા, સીએ અંકુર દોશી ખાસ હાજર રહેલ. સીએ ના સભ્યો તથા વિધ્યાર્થીઓના અભ્યાસ માટે આધુનિક ઓડિટોરિયમ, લાયબ્રેરી, રીડિંગ રૂમ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂમ, જી.એમ.સી.એસ.. ઓરિએન્ટેશન (સ્કિલ ડેવલોપમેન્ટ)ના શૈક્ષણિક હોલ, વહીવટી તથા મેનેજિંગ કમિટીના માટેના અલાયદા રૂમો બનાવવામાં આવેલ છે. હાલમાં જામનગર-દ્વારકા જિલ્લાના આશરે એક-હજાર સીએ સભ્યો તથા ત્રણ હજાર જેટલા સીએનો અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને લાભ મળશે. આશરે આ જગ્યા ઉપર ૨૦,૦૦૦ થી વધુ સ્કેરવફૂટનું બાંધકામ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે પાસ્ટ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી (અમદાવાદ), સેંટ્રલ કાઉન્સીલના સીએ. પુરુષ્તોમ ખંડેલ્વાલ (અમદાવાદ), સીએ. પ્રીતિ સાવલા (મુંબઈ), સીએ જય છાઇરા (સુરત), સીએ અર્પિત કાબરા (મુંબઈ), પૂર્વ સેંટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ મહેશ સારડા તથા વેસ્ટર્ન રિજીયનના ચેરમેન સીએ. કેતન સથા, આર. સી. એમ. એન્ડ એક્સ ઓફિસીઓ સીએ પિન્કી કેડિયા, જામનગર બ્રાન્ચના પુર્વ ચેરમેનો વગેરે હાજર રહેલ.
આ કાર્યક્રમનુ સંચાલન સીએ રવિન્દ્ર માણેકે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રાન્ચના પાસ્ટ ચેરમેન સીએ અમીત મહેતા, સીએ પ્રતિક ચાંદ્રા, અને સીએ પ્રિતેષ મહેતા, તથા હાલ વાઇસ ચેરમેન સીએ મહમદ સફી કુરેશી, સેક્રેટરી સીએ જયદીપ રાયમંગિયા, ટ્રેઝરર સીએ ખુશી ગુઢકા, જામનગર વિકાસા ચેરમેન સીએ વિશાલ સાકરીયા, મેમ્બર સીએ દિપક દામા અને વિકાસા ટિમ ના સભ્યો એ જહેમત ઉઠાવેલ.