BREAKING NEWS

જામનગર જીલ્લામાં કાયદો વ્યવસ્થાની કામગીરી બાબતે સમીક્ષા કરતા આઇજી

  • December 02, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન માટે જામનગરની મુલાકાતે આવ્યા છે એસપી સહિતના અધિકારીઓ સાથે જીલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કાયદો વ્યવસ્થાની કામગીરી બાબતે ચર્ચા વિચારણા થઇ હતી આજે પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજીની ઉપસ્થીતીમાં પરેડ યોજવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા આ તકે એસપી સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતના ઉપસ્થીત રહયા હતા, ૨૦૨૫ના વર્ષમાં જીલ્લા ક્રાઇમ અંગેની કાર્યવાહીની વિગતો નીચે આપવામાં આવેલી છે જેમાં દારૂ, જુગાર, નાર્કોટીકસ, આર્મ્સ એકટ, ગેંગ કેસ, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે લીધેલા પગલા, સી-ટીમ, હેલ્પલાઇન, વર્ષ દરમ્યાન દારૂનો નાસ, સાયબર ક્રાઇમને લગત કામગીરી, વાહન હરરાજી, નાસતા ફરતા આરોપીઓ સામે અટકાયતી પગલા, તેરા તુજકો અર્પણ વિગેરે અંગેની સમીક્ષા કરાઇ હતી.


રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં સમગ્ર જામનગર જિલ્લાની જનતાની  સુરક્ષા માટે અધિકારીઓ સાથે સંકલન કરીને, આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, જ્યારે કોઈ પણ બનાવ બનતાની સાથે જ ત્વરીત અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રજા શાંતિમય રીતે હરી-ફરી શકે તે માટે તમામ અધિકારીઓ અને સમગ્ર પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


જામનગર જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને જિલ્લાના કાઇમ અંગેની કાર્યવાહી ના સંદર્ભમાં જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ના વર્ષમાં શરીર સબંધી, મિલકત સબંધી ગુન્હામાં ગત વર્ષની સરખાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. તદઉપરાંત જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ જેમાં ખૂન, ખૂનની કોશિષ, શરીર સબંધી, રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને ત્વરીત શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ ખાસ નોંધ લેવાઈ છે, તેમજ જીલ્લામાં ગુન્હા આચરી ફરારી રહેલાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેની સમીક્ષા કરવામાં આવી હતી.


જામનગર જિલ્લામા પ્રોહીબીશન, જુગાર ,આર્મ્સ એકટ, નાર્કોટીકસ હેઠળ નાગુના સંબંધે પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર જીલ્લામાં યુવાનો વ્યસનથી દૂર રહે, નશાની બદી સંપુર્ણ નેસ્તાનાબૂદ થાય, તે અંગે પરિણામલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


 જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ ના વર્ષમાં પ્રોહીબીશન ધારા કેસ - ૯૧૦૩, જુગાર ધારા કેસ - ૭૭૬, નાર્કોટીકસ એક્ટ હેઠળ ૦૭ કેસ, આર્મ્સ એકટ ના ૧૦ કેસ, જી.પી.એકટ - ૧૩૫(૧) હથિયાર ધારા જાહેરનામા ભંગ કેસ ૮૫૯ કેસો શોધી કાઢી અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.


જ્યારે મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સને-૨૦૨૫ ના વર્ષમાં જામનગર જીલ્લામાં ધાડ-લૂંટ, ઘરફોડ- ચોરીઓ આચરનાર ઇસમોની ગેંગ વિરૂધ્ધ - ૦૨ ગેંગ કેસો કરવામાં આવ્યા છે, જેના કારણે મિલકત સબંધી ગુન્હા અંકુશમાં આવ્યા છે. 


આ ઉપરાંત મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમો ઉપર ડી.જી.પી. ના "મેન્ટર પ્રોજેકટ અંતર્ગત દરેક ઇસમો ઉપર પોલીસ કર્મચારીની મેન્ટર તરીકે નિમણુક કરી દેખરેખ રાખવામાં આવે છે. તદઉપરાંત આ ઇસમોની પ્રવૃતિ ઉપર સતત મોનીટરીંગ રાખી, ફિઝીકલ ચેક કરવામાં આવી રહ્યા છે.


જામનગર જિલ્લામાં વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે અને અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે, અને સુલેહ શાંતિ ભંગ કરનારા કુલ ૧૧,૨૯૧ વ્યક્તિ વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા ના ભાગરૂપે કુલ ૬૬ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરાઈ છે, જ્યારે હદપારીના ૭૦ કેસ કરવામાં આવ્યા છે.


 જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કુલ ૩૦ જેટલી સી-ટીમ કાર્યરત બનાવવામાં આવી હતી, અને ૭૫ જેટલી એન્ટી રોમીઓ ટિમ પણ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ તેમજ ગ્રામ્ય રક્ષક દળ મળીને કુલ ૮૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના માધ્યમથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, અને નવરાત્રીમાં નારીઓને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.


 જામનગર જિલ્લામાં કુલ છ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી, અને અવાવરું જગ્યાઓ વગેરે સ્થળે માઉન્ટેડ યુનિટ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત નેત્રમ કમાન કંટ્રોલના કાર્યરત સીસીટીવી યુનિટ દ્વારા પણ સતત મોનિટરિંગ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા જનરક્ષક ૧૧૨ હેલ્પલાઇન તેમજ મહિલાઓની સુરક્ષાની જનજાગૃતિ માટે નવરાત્રી સહિતના સ્થળો ઉપર બેનર, સ્ટેન્ડી, સેલ્ફી પોઇન્ટ વગેરે રાખવામાં આવ્યા હતા, અને તે બાબતેના કેટલાક વિઝ્યુલ પણ પ્રજાજનોને દર્શાવીને નારી સુરક્ષા ના સંદર્ભમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સર્વે બાબતને નોંધ લેવામાં આવી છે.


જામનગર જિલ્લાના પોલીસ તંત્રની ફિઝિકલ ફિટનેશની ચકાસણીના ભાગરૂપે પણ મોકડ્રીલ સહિતના આયોજન થયા હતા, અને આતંકવાદી હુમલો થાય તો તે પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચવું, તે સંદર્ભમાં તમામ પ્રકારની એક્ટિવિટી સમગ્ર જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરી લેવામાં આવી હતી, અને આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 


જામનગર જિલ્લાની પ્રજાને પૂરતી સુરક્ષા મળી રહે, ઉપરાંત સાયબર ફ્રોડના ગુનાઓ અંકુશમાં રહે, અને લોકો સાઇબર ટોળકીથી સાવચેત રહે, તે સંદર્ભમાં અનેક પ્રવૃત્તિઓ સાઇબર સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જે અંગે પણ અસરકારક કામગીરીની નોંધ લેવામાં આવી હતી.


 ઉપરાંત દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે એલસીબી અને એસ.ઓ.જી. વિભાગની પોલીસ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તમામ લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ જ્યારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને લોકજાગૃતિના સંદર્ભમાં સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે તમામ પ્રવૃત્તિનોનું વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ડીજીપીના ૩ વાત તમારી ૩ વાત અમારી પ્રોજેકટ અંતર્ગત ૧૪૨ મિટીંગ કરવામાં આવી હતી. જયારે તેરા તુજકો અર્પણ પ્રોજેકટ અંતર્ગત ૨૪૦ કાર્યક્રમોનું આયોજન કરી જે પૈકી ૯.૧૩.૮૪.૪૦૪ નો મુદામાલ અરજદારોને પરત સોપવામાં આવ્યો છે. 


વર્ષ ૨૦૨૫ દરમ્યાન અલગ અલગ પોલીસ સ્ટેશનનો બિનવારસુ તેમજ ગુનાના કામે લાંબા સમયથી પડતર રહેલા ૧૨૬૧ વાહનનોનજી હરાજી કરી ૫૩.૫૬ લાખની રકમ સરકારમાં જમા કરાવેલ છે. નેત્રમ યુનિટ કાર્યકરત કેમેરાની મદદથી યુનિટ દ્વારા મોનીટરીંગ કરીને ૨૮ કેસો શોધી કાઢી ૨૯.૪૮ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. જીલ્લામાં ૩૯ નાસતા ફરતા તથા પેરોલ-વચગાળાના જામીન પર ફરાર થયેલા ૧૮ આરોપીઓ પકડવામાં આવ્યા છે. 


જામનગર જીલ્લામાં દારૂનો નાશ

જામનગર જીલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમ્યાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૫૮૨ કેસમાં આઇએમએફએલ બોટલ નંગ ૬૫૦૮૫ જેની કિ. ૨.૩૩.૩૨.૭૯૪નો નાશ કરવામાં આવ્યો છે તેમજ ૩૩૦૧ કેસમાં દેશી દારૂ ૨૪૬૩૯ લીટર જેની કિ. ૨૯.૯૮.૬૫૦નો નાશ કરવામાં આવ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસ દ્વારા નાર્કોટીસના ગુનાનો મુદમાલ પણ વર્ષ દરમ્યાન ભુજ ખાતે ખાસ ભઠ્ઠીમાં નાશ કરાયો હતો. 

સાયબર ક્રાઇમ પિડીતોને ૨.૧૩ કરોડ રીફંડ કરાયા
​​​​​​​
જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૨૫ દ્વારા સાયબર ક્રાઇમ પિડીત નાગરીકોના કુલ ૨.૧૩.૦૭.૯૩૪ રીફંડ કરવામાં આવેલ તેમજ વિવિધ શાળા, કોલેજ, સંસ્થાઓમાં સાયબર ક્રાઇમ અવેરનેશના ૬૭ કાર્યક્રમ કરવામાં આવેલ અને જનજાગૃતી માટે જુદી જુદી જાહેર જગ્યાઓ પર બેનરો, પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application