BREAKING NEWS

ઇસરો નાગરિકો માટે અવકાશયાત્રી કેડર ખોલવા તૈયાર

  • April 27, 2026 08:34 PM 







ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. ઈસરો હવે પોતાના ભવિષ્યના માનવ અંતરિક્ષ મિશન માટે નવી દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી અંતરિક્ષયાત્રીઓ માત્ર સૈન્ય બેકગ્રાઉન્ડમાંથી  પસંદ કરતા હતા, પરંતુ હવે પ્રમ વખત સામાન્ય નાગરિકોને પણ આ ક્ષેત્રમાં તક મળવાની સંભાવના છે.ઇસરોની એસ્ટ્રોનોટ પસંદગી અને મેનેજમેન્ટ કમિટીએ ભલામણ કરી છે કે બીજા બેચમાં કુલ ૧૦ એસ્ટ્રોનોટ હશે, જેમાંથી ૬ સૈન્ય પાઇલટ્સ અને ૪ નાગરિક જે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રના નિષ્ણાતો હશે. પ્રમ બેચમાં પસંદ યેલા ચારેય એસ્ટ્રોનોટ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ્સ હતા, કારણ કે તે સમયે મુખ્ય ઉદ્દેશ પ્રમ માનવયુક્ત મિશનને સલામત રીતે પૂર્ણ કરવાનો હતો.નવા બેચમાં નાગરિકોને સમાવેશ કરવાનું કારણ એ છે કે ઇસરો હવે માત્ર ટેક્નોલોજી સાબિત કરવાની આગળ વધી, નિયમિત મિશન, વૈજ્ઞાનિક સંશોધન અને ભવિષ્યમાં ભારતના અવકાશ સ્ટેશન માટે મજબૂત માનવબળ તૈયાર કરવા માંગે છે. જોકે, નાગરિક એસ્ટ્રોનોટ્સને સીધા પ્રારંભિક મિશનમાં મોકલવામાં નહીં આવે. તેઓ ચોથા  ગગનયાન મિશની ક્રૂમાં જોડાશે તેવી યોજના છે.વિશ્વભરના અનુભવ મુજબ, શરૂઆતના મિશનોમાં સૈન્ય પૃષ્ઠભૂમિવાળા એસ્ટ્રોનોટ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તેઓ જોખમસભર પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી શકે છે. મિશનની આવર્તનતા વધતા, દર વર્ષે બે માનવયુક્ત મિશન યોજવાની યોજના છે, અને એક એસ્ટ્રોનોટ ફરી મિશનમાં જવા માટે લગભગ બે વર્ષનો વિરામ લે શકે છે.કમિટીના અંદાજ મુજબ એક એસ્ટ્રોનોટને પસંદગીથી  લઈને મિશન માટે તૈયાર વામાં આશરે ૪.૫ વર્ષ લાગે છે. લાંબા ગાળે, સાતમા મિશની ક્રૂ સભ્યોની સંખ્યા ૨માંથી વધારીને ૩ કરવાની યોજના છે, જે ભવિષ્યના ભારતના અવકાશ સ્ટેશન માટે જરૂરી રહેશે.ત્રીજા બેચમાં કુલ ૧૨ એસ્ટ્રોનોટ્સની જરૂરિયાત રહેશે, જેમાં ૧૦ નાગરિક નિષ્ણાતો અને માત્ર ૨ સૈન્ય પાઇલટ્સ હશે. કુલ મળીને, ઇસરો આશરે ૪૦ એસ્ટ્રોનોટ્સનું મજબૂત દળ બનાવવાની યોજના ધરાવે છે.પરંતુ આ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વચ્ચે કેટલાક પડકારો પણ છે. ઇસરો પાસે હાલમાં માત્ર તાત્કાલિક તાલીમ કેન્દ્ર છે અને સંપૂર્ણ સુવિધાવાળું કેન્દ્ર હજી બનાવવાનું બાકી છે. સૌથી  મહત્વની વાત એ છે કે ઈસીએલએસએસ જેવી આવશ્યક ટેક્નોલોજી હજુ પૂર્ણ રીતે તૈયાર ની, જે વિના માનવ અંતરિક્ષ યાત્રા શક્ય નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application