ચાર લાખના એરિયસ બીલ મંજુર કરવા 20% લાંચ માંગી હતી 50,000 માં નક્કી કરી 5000 લીધા બાદ 45,000 લેતા એસીબીએ બન્નેને પકડ્યા: ભુજના નિવૃત્ત આઇટી અધિકારીની શોધખોળ
રાજકોટ લાંચ-રુશ્વત બ્યુરોની ટીમે શહેરના ગીરનાર સિનેમા સામે આવેલી બજરંગ ઈમિટેશન નામની દુકાન પાસે લાંચ અંગેનું છટકું ગોઠવી કેન્દ્ર સરકારના નાણાં વિભાગની ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ અધિકારી તેમજ આવકવેરા વિભાગમાં પટાવાળાને ૪૫૦૦૦ની લાંચ સ્વીકારતા બંનેને ઝડપી લીધા હતા, જ્યારે લાંચનો હવાલો લેનાર ભુજ આવકવેરા વિભાગના નિવૃત્ત ઈન્સ્પેક્ટરની પણ સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી હતી.
એસીબી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોમાં એક ફરિયાદીએ લેખિત ફરિયાદ નોંધાવી હતી જેમાં ચાર લાબ રૂપિયાનું એરિયસનું બિલ મંજૂર કરવા માટે મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સની ઝોનલ એકાઉન્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર તરીકે નોકરી કરતા રવિકુમાર સુરેશકુમાર જાંગીડ ઉ.૧.૩૮ એ બિલના ૨૦% લેખે ૮૦ હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી.
આ અંગે રવિકુમાર વચ્ચે હાના કરતા અંતે ૫૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ રવિકુમારે ફરિયાદી પાસેથી પાંચ હજાર લાંચના લઈ લીધા હતા અને બાકીના ૪૫ હજાર રૂપિયા ૨૯ જાન્યુઆરીએ ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે ત્યારે લેવડ-દેવડ થઈ નહોતી. આ પછી શુક્રવારે રવિકુમાર જાગીડ લાંચના પૈસા લેવાનો હવાલો ભૂજમાં રહેતા નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ ને આપ્યો હતો.
જેથી ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો ની કચેરી ખાતે ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી બ્રાન્ચ ના પીઆઇ રાજેશ આર સોલંકી અને ટીમે ગિરનાર સિનેમા સામે બજરંગ ઇમિટેશન નામની દુકાન નજીક છટકું ગોઠવ્યું હતું.
તે દરમિયાન શૈલેષ ચૌહાણે લાંચના પૈસા લેવા માટે મોકલેલ આવકવેરા ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર પટાવાળા તરીકે નોકરી કરતા અક્ષય શૈલેષભાઈ વાગડિયાને લાંચના 45000 લેવા મોકલતા એસીબીએ છટકુ ગોઠવી પટાવાળા અક્ષષ વાગડિયા ને પકડ્યા બાદ એકાઉન્ટ અધિકારી રવિ જાંગીડની પણ ધરપકડ કરી હતી, લાંચ નો હવાલો લેનાર ભુજ ખાતે રહેતા નિવૃત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ ની ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ અંગેની કામગીરીમાં એસીબીના સુપર વિઝન અધિકારી જે.ડી.મેવાડા, મદદનિશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ,ઈન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા નાયબ નિયામક,તેમજ ટ્રેપીંગ અધિકારી રાજેશ આર સોલંકી રોકાયા હતા.
રવિ જાંગીડને ટ્રેપની ગંધ આવી ગઈ તી! છતાં એસીબી માં ફસાયો!
એસીબીના પીઆઈ રાજેશ સોલંકીએ જણાવ્યું કે રવિ જાંગીડ લાંચના બાકીના ૪૫ હજાર ગુરૂવારે લેવાનું નક્કી કર્યું હતું. જેથી એસીબીએ છટ્યું ગોઠવ્યું હતું પરંતુ તેની રવિ જાંગીડને ગંધ આવી જતાં તેણે પૈસા લેવાનું ટાળ્યું હતું. પરંતુ લાલચ બુરી બલા કહેવત મુજબ શુક્રવારે ફરી લાંચ લેવા પટાવાળા ને મોકલ્યોને એસીબી એ રંગેહાથ ઝડપી લીધા.