સ્ટાર ઇન્સ્યોરન્સના હેલ્થ પોલિસી ધારક પરિવારમાં ઓબેસિટીની લેવામાં આવેલી સારવારનો ખર્ચ ચૂકવવા કંપનીએ ઇન્કાર કર્યાની ફરિયાદમાં ગ્રાહક અદાલતે ₹ 3.42 લાખ સારવાર ખર્ચ 6% વ્યાજ સહિત ચૂકવી આપવા વીમા કંપનીના હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે, મોરબીના કુંજનકુમાર કાંતીભાઈ ભોજાણીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીનો વીમો લીધેલ. દરમિયાન તેમના પત્ની બિંદિયાબેન લાઈફ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ થયેલ અને ઓબેસિટીની સારવાર લીધેલ. તેને થયેલ ખર્ચ રૂ. 3.42 લાખ મેળવવા માટે તમામ કાગળો ઈન્સ્યુરન્સ કાં.માં આપેલ, પરંતુ વીમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી વિમો આપવાની ના પાડેલ, તેથી કુંજનભાઈએ તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ. ગ્રાહક અદાલતે કહેલ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વીમા કંપની રેપ્યુર્ડ લેટરનો આશરો લઈ શકે નહી. ગ્રાહકે વીમાની રકમ પ્રિમિયમ રૂપે ભરેલ છે. વીમો ન આપવો તે વીમા કંપનીની સેવામાં ખામી છે માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીએ દર્દીને થયેલ ખર્ચ રૂા. ૩,૪૨,૩૨૨/- ૬ % ના વ્યાજ સાથે તારીખ ૦૩- ૦૧- ૨૦૨૫થી તથા અને ખર્ચના રૂા.૫૦૦૦/-ચુકવવાનો આદેશ ફરમાવેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application