પોરબંદરમાં ગ્રામ પંચાયતની ચુંટણી સમયે વરસાદ અડચણરૂપ થાય નહી તે માટે યોગ્ય આયોજન ગોઠવવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે પોરબંદર જિલ્લામાં મોસમ અનુસાર ખાસ કરીને વરસાદના સંદર્ભમાં યોગ્ય આયોજન અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેકટરે વર્ષાઋતુને ધ્યાનમાં રાખી મતદાન દરમિયાન મતદારોને કોઈ અડચણ ન આવે તે માટે આયોજન કરવા જરી સુચનો આપ્યા અને તેમણે જણાવ્યું કે વરસાદ આવવાની પરિસ્થિતિમાં પણ ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના ચાલી શકે તે માટે અગાઉથી પુરતી તૈયારી હોવી જરી છે.મતદાન મથકો પર પાણી લીકેજ,વરસાદી પાણી શક્યતાને ધ્યાને રાખીને લાઈટ, બેઠક અને અન્ય સુવિધાઓ માટે કામગીરીના કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર જે.બી.વદર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા તેમજ વિવિધ પોરબંદર ગ્રામ્ય રાણાવાવ અને કુતિયાણા તાલુકાના મામલતદાર સર્વ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech