BREAKING NEWS

ધાણીફૂટ ફાયરિંગ પ્રકરણઃ મુરઘા ગેંગના ચાર મકાનના અને પેંડા ગેંગના એક મકાનનું વીજ કનેક્શન કપાયું, બુલડોઝર એક્શન ક્યારે?

  • November 07, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળી રહેલી પરિસ્થિતિ તેમજ હત્યાઓ, ફાયરીંગ સહિતની ઘટનાઓ ને કંટ્રોલ કરવા શહેર પોલીસ મેદાનમાં ઉતરી છે ત્યારે પોલીસે નાઈટ કોમ્બીંગ,વાહન ચેકીંગ સહીતની કામગીરી સાથે ગુનેગારો તેમજ લુખ્ખાઓ સામે નોંધપાત્ર ઝુંબેશ દરમ્યાન ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાં મુર્ગા ગેંગ અને આશાપુરામાં પેડાગેગના કુલ પાંચ મકાનમાં ગેરકાયદેસર વીજ કનેકશને પીજીવીસીએલ ની ટીમને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા છે તેમ જ આ મિલકત કાયદેસર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં તાજેતરમાં હોસ્પિટલોનું હબ ગણાતા વિદ્યાનગર નજીક મંગળારોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ધાણીફૂટ ફાયરીંગની ઘટના બાદ શહેર પોલીસ એકશનમાં આવી છે ત્યારે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ એમએમ સરવૈયા સહિતના અધિકારીઓ તેમજ પીજીવીસીએલ ની ટીમને સાથે રાખી વોન્ટેડ કુખ્યાત રમાના પુત્ર એવા મુરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલા જુણેજા અને કોઠારીયા રોડ પર આશાપુરા નગરમાં રહેતા ફાયરીંગના ગુનામાં પકડાયેલા પેંડા ગેંગના ભયલા ગઢવી સહિત પાંચ શખસોના મકાનોમાં ગેરકાયદેસર લગાવાયેલા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા.


સરકારે નામચીન ગુનેગારોના મકાનો પાડી દેવાના આદેશ કર્યા બાદ રાજકોટ પોલીસે જંગલેશ્વરમાં રહેતા અને તાજેતરમાં જ મંગળારોડ પર ફાયરીંગના ગુનામાં ઝડપાયેલા સુત્રધારના મકાન પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી.


બંને ગેંગની ગેરકાયદેસર મિલકતો ની ચકાસણી હાથ ધરતું તંત્ર

રાજકોટ શહેરમાં ફાયરિંગ કરનાર બંને ગેંગના હીસ્ટ્રીસીટીરોના મકાન તેમજ વીજ કનેશકન કાપ્યા બાદ ગુનેગારોને વધુ કડક સબક શીખવવા પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા આ તમામ ગુનેગારો ની ગેરકાયદેસર મિલકત અંગે તપાસ શરૂ કરીએ છીએ તેમજ જો સરકારી મિલકત ઔર ગેરકાયદેસર કબજો કરેલો મળી આવશે તો તેનું ડિમોલેશન પણ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application