રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત મહાપાલિકા દ્વારા ગઈકાલ તા.૨૩થી આજે સવાર સુધીમાં કુલ ૧૧૩૪ બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગઇકાલે ૧૧૧૯ બાંધકામો દૂર કરાયા હતા અને આજે સવારે વધુ ૧૫ દૂર કરાતા કુલ ૧૧૩૪ બાંધકામ દૂર કરાયા છે. આજે સાંજ સુધીમાં તમામ દબાણો દૂર કરાશે અને આવતીકાલથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાશે તેમ મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

મ્યુનિ. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના જંગલેશ્વરમાં આજી નદી કાંઠા વિસ્તારમાં ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ મકાનો છે અને ૧૫ મીટરના ટીપી રોડ વિસ્તારમાં ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૪૯૭ મકાનો સહિતના ગેરકાયદે દબાણો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી ૧૪૮૯ જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત હોય શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે પણ વિસ્તારની વિઝીટ કરી ડિમોલિશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેગા ડિમોલિશન માટે નિર્મિત વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલમાં કંટ્રોલ રૂમ આજે પણ યથાવત રીતે કાર્યરત રાખવામાં આવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application