BREAKING NEWS

જેન-ઝી આંદોલનની અસરઃ સ્ટ્રીમિંગ એપનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત થશે, ફી વસૂલાશે

  • October 28, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં તાજેતરમાં જેન-ઝી આંદોલન અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર મચેલી હલચલને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને કન્ટેન્ટ પર કડક નજર રાખવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. આ અંતર્ગત ભારતીય દૂરસંચાર નિયામક ટ્રાઈ દ્વારા સ્ટ્રીમિંગ એપ, વેબ આધારિત મોબાઈલ એપ્લિકેશન્સ અને ચેનલો માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ અનિવાર્ય કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. સરકારની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવી શકે છે.   



ટ્રાઈના પ્રસ્તાવ મુજબ, વેબ આધારિત ચેનલો અને એપ્સના સંચાલન માટે શરૂઆતી ધોરણે ૨૦ વર્ષની મંજૂરી આપવામાં આવશે, જેને જરૂરિયાત મુજબ ૧૦ વર્ષ સુધી વધારી શકાશે. આ વ્યવસ્થા હેઠળ રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવું ફરજિયાત રહેશે. સૂચિત માળખા અનુસાર, આ પ્રક્રિયા માટે ૧૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન આવેદન ફી અને ૧,૦૦,૦૦૦ રૂપિયા એકમ રકમ લાયસન્સ શુલ્ક વસૂલવામાં આવશે. આ નિયમોના અમલીકરણથી ડિજિટલ મિડિયા અને સ્ટ્રીમિંગ ક્ષેત્રે એક સત્તાવાર નિયમન માળખું ઊભું થશે.   



સરકારે ડિજિટલ કન્ટેન્ટ નિયમનના આ મુદ્દા પર ડિસેમ્બર ૨૦૨૫માં વિચારણા શરૂ કરી હતી અને એપ્રિલ ૨૦૨૬માં આ સંદર્ભે પરામર્શ પત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં આ પ્રક્રિયાની ગતિ થોડી આસ્તે હતી, પરંતુ પાછલા દિવસોમાં ‘જેન-ઝી આંદોલન’ અને તેમાં સ્વતંત્ર મિડિયા તથા યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સની ભૂમિકા સામે આવ્યા બાદ આ બાબતે ગતિ વધી ગઈ છે. આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક નેગેટિવ તથ્યો અને અસત્યાપિત વીડિયો વાયરલ થયા હતા, જેને સરકારે ભ્રમ ફેલાવવાનું માધ્યમ ગણ્યું હતું. આ જ કારણોસર ટ્રાઈએ પોતાની ભલામણો તૈયાર કરીને કેન્દ્રીય મંત્રાલયને સોંપી દીધી છે.   



આ નવા નિયમોના દાયરામાં મોબાઈલ એપ સંચાલકો, ઓપરેટર્સ, એપ સ્ટોર અને સ્માર્ટ ટીવી નિર્માતાઓ સીધી રીતે આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, યુટ્યુબર્સ અને અન્ય વેબ આધારિત પ્લેટફોર્મ્સનો પણ આમાં સમાવેશ થાય છે, જેમાં ઇન્ટરનેટ કે આઈપી-આધારિત નેટવર્ક દ્વારા ટીવી ચેનલોને દર્શકો સુધી પહોંચાડતી વેબસાઇટ્સ કે ડિજિટલ ઇન્ટરફેસ સામેલ છે. સ્માર્ટ ટીવીમાં ઇન-બિલ્ટ એપ અને વેબ બ્રાઉઝરના માધ્યમથી ચાલતા પ્લેટફોર્મ્સ પણ આ નિયમ હેઠળ આવરી લેવાશે. જોકે, જે કંપનીઓ પાસે પહેલેથી જ સેટેલાઇટ ટીવી ચેનલના લાયસન્સ છે, તેમના વેબ આધારિત ચેનલોને આમાં સામેલ કરવામાં આવ્યા નથી, તેમજ કંપનીઓના પોતાના સ્ટાફ કે પ્રમોશન માટે જારી થતા વેબ પ્રસારણો પણ આમાંથી મુક્ત રહેશે.   


આ નવા પ્રસ્તાવની એક વિશેષ બાબત એ છે કે ટેલિવિઝન રેટિંગ્સની જેમ જ ઇન્ટરનેટ આધારિત એપ પર ચાલતી ચેનલોની પણ દર્શકો દ્વારા અલગથી રેટિંગ કરવામાં આવશે, જેમાં એલટીડી એપ કે સ્માર્ટ ટીવીના નેટફ્લિક્સ જેવા લોકપ્રિય માધ્યમો પણ સામેલ હશે. આ સાથે જ, દિલ્હીમાં થયેલા ‘જેન-ઝી આંદોલન’ની અસરોને પગલે સરકાર પત્રકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પત્રકારોના વિશેષ અધિકારો ઇન્ફ્લુએન્સર્સને ન મળે, અને ટ્રાઈની તાજી ભલામણોને આ દિશામાં જ એક મહત્ત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application