BREAKING NEWS

રાજકોટ માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ, જાણો ખેડૂતો માટે નવું શું?

  • October 05, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરથી થયેલા રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ અંતર્ગત રાજકોટ સબ માર્કેટ યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાયો હતો.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને કલેક્ટર ડો. ઓમ પ્રકાશના હસ્તે પ્લેટફોર્મ નં.૮ ઉપર કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. મહાનુભાવોએ ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્યમાં મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાએ ૧૦૦ કેન્દ્રો શરૂ કરાયા છે.

ધારાસભ્ય ડો. દર્શિતાબેને રાસાયણિક ખાતરથી કેન્સર જેવા રોગો વધતા હોવાનું જણાવી પ્રાકૃતિક ઉત્પાદનો અપનાવવા અપીલ કરી હતી.

રાજકોટ જિલ્લામાં ૨૦,૫૦૦ ખેડૂતો ૨૮,૦૦૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. આ પ્રસંગે એપીએમસી ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application