BREAKING NEWS

રાજકોટના આર્યા રિસોર્ટ એન્ડ ક્લબમાં આવકવેરાની તપાસ, વહેલી સવારથી ITના અધિકારીઓની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી શરૂ

  • January 28, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા વર્ષના પ્રારંભ સાથે જ ગુજરાતમાં આવકવેરા વિભાગ એક્શન મોડ માં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રીયલ એસ્ટેટ અને રાજકોટમાં બેલેન્સ બાદ હવે હોટલ બિઝનેસ રડારમાં હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા કાલાવડ રોડ પર આવેલા આર્ય રિસોર્ટ એન્ડ ક્લબમાં આજે વહેલી સવારથી નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આર્ય રિસોર્ટમાં ચાલી રહેલી તપાસના પગલે શહેરભરના હોટલ તેમજ રિસોર્ટના સંચાલકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આર્યા રિસોર્ટ એન્ડ ક્લબ શહેરના હાર્દિક સમાન કાલાવડ રોડ વિસ્તારમાં 1.5 લાખ સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં જીમ-વર્કઆઉટ અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ધરાવે છે. રિસોર્ટ દ્વારા કેટલીક સુવિધાઓ માટે કેટલા નાણા અને કેટલો ટેક્સ ભરવામાં આવી રહ્યો છે તે અંગે આ તપાસ ચાલી રહી છે. મોટાભાગે હોટલ અને રિસોર્ટના ધંધાધારીઓ દ્વારા સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલી સુવિધાઓના બીલ છુપાવી અને કરચોરી કરવામાં આવતી હોય છે. અત્યારે વહેલી સવારથી ચાલી રહેલી તપાસમાં અધિકારીઓ દ્વારા રેસ્ટોરેન્ટ, હોટલ રૂમ તથા અન્ય સુવિધાઓ માટેના બિલ તેમજ અન્ય ડિજિટલ અને ફિઝિકલ દસ્તાવેજોની ઝીણવટ પૂર્વકની તપાસ કરીને વસૂલવામાં આવતા નાણા અંગે ખરાઈ કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી આર્યા રિસોર્ટમાં તપાસ શરૂ થતા હોટલ અને રિસોર્ટના ધંધાર્થીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application