BREAKING NEWS

ગિરનાર પર્વત 5.3 ડિગ્રીમાં ઠંડોગાર, ભવનાથ તળેટીમાં 8.3 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી

  • January 05, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તીવ્ર ઠંડીમાં ધીમે ધીમે રાહત મળી રહી છે અને લઘુતમ તાપમાનનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. આગામી ચાર દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન હજુ વધશે તેવી શક્યતા છે. જોકે ગિરનાર પર્વત ઉપર ઠંડીનું જોર વધુ રહ્યું છે. આજે ગિરનાર પર્વત ઉપર 5.3 ભવનાથ તળેટીમાં 8.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% નોંધાયું છે.


જુનાગઢ શહેરમાં આજનું લઘુતમ તાપમાન 10.3 રાજકોટમાં 10.9 ભુજમાં 11 વેરાવળમાં 15.9 ડિગ્રી અમદાવાદમાં 12.5 ગાંધીનગરમાં 10.8 અને સુરતમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો રાજકોટમાં 88 સુરતમાં 80 અને અમદાવાદના 82% ભેજ આજે સવારે નોંધાયો છે.


અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં કેરલા નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી માત્ર 0.9 કિલોમીટરની ઊંચાઈ પણ છવાયુ છે. આવી બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ સાઉથ ઇસ્ટ દિશામાં હિંદ મહાસાગર નજીક જોવા મળે છે. આ બંને સિસ્ટમના કારણે તમિલનાડુ લક્ષદીપ નિકોબાર કેરલામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application