ડીજીટલ યુગમાં ઝડપથી પૈસા ટ્રાન્સફર કરવાની સગવડતા વધી છે અને કેશ પેમેન્ટના બદલે ખાતામાં જ જમા કરવાના વધતા ટ્રેન્ડની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પણ ચિંતા જનક વધારો થયો છે, અને મોટા ભાગના કિસ્સાઓ માં પૈસા પાછા મળતા નથી ત્યારે એક સર સમાચાર એવા સામે આવી રહ્યા છે કે મોદી સરકારએ બેંકો સાથે મળીને નવી માર્ગદર્શિકા તૈયાર કરવાની ગતિવિધિ આરંભી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પૈસા પાછા મળવાની સંભાવના વધી જશે.
જે લોકો ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવે છે અથવા આકસ્મિક રીતે કોઈ બીજાના બેંક ખાતામાં પૈસા મોકલી દે છે તેમને જલ્દી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકાર આ પીડિતોને તેમના પૈસા સરળતાથી અને ઝડપથી પરત મેળવવાની તૈયારી કરી રહી છે. આ માટે બેંકો સાથે મળીને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આના દ્વારા, તપાસ એજન્સીઓ માટે જરૂરી પગલાં લેવાનું ફરજિયાત અને સરળ બનશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ ટૂંક સમયમાં તેના સ્ટાન્ડર્ડ ફોર્મેટ વિશે માહિતી શેર કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકો અને નાણાકીય સંસ્થાઓ ટૂંક સમયમાં તેના સ્ટાન્ડર્ડ ફોર્મેટ વિશે માહિતી શેર કરશે. આ સંબંધમાં તાજેતરમાં નાણા મંત્રાલયમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નાણાકીય સેવા વિભાગના સચિવ અને બેંકોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને નાણાં પરત કરવામાં બેંકો સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિકસાવવાની યોજના અંગે ચચર્િ કરવામાં આવી હતી. હાલમાં ગ્રાહકોને પૈસા પરત કરવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નથી.
નિષ્ણાતો કહે છે કે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બેંકો અને તપાસ એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરશે. જો કોઈ છેતરપિંડી થશે તો પૈસા સરળતાથી શોધી શકાશે અને રકમ પાછી મળવાની શક્યતા વધી જશે.
નોડલ અધિકારીની નિમણૂક
બેંકોને કેન્દ્ર સરકાર દ્વારા છેતરપિંડી સંબંધિત ફરિયાદોના તાત્કાલિક નિરાકરણ માટે 24 નોડલ અધિકારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે. સરકાર બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ વતી માહિતી શેર કરવા માટે બેંકો સાથે કામ કરી રહી છે.
ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ કેવી રીતે કરવી
જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે, તો તમે હેલ્પલાઈન પર કોલ કરી શકો છો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકો છો. નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 છે, જેના પર તમે કોલ કરી શકો છો. આ નંબર પર કોલ કરીને, તમે નામ, સંપર્ક વિગતો, ખાતાની વિગતો અને જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની વિગતો જેવી જરૂરી માહિતી આપીને તમે ફરિયાદ નોંધાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech