ભારત ફરી એકવાર બાંગ્લાદેશના ઉર્જા સંકટમાં તારણહાર તરીકે ઉભરી આવ્યું છે. બાંગ્લાદેશને ઈંધણનો સતત પુરવઠો મળી રહે અને કોઈ ખાધ ન સર્જાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતથી વધારાનું ૫,૦૦૦ ટન ડીઝલ આવવાનું શ થયું છે. આ પુરવઠો ભારત–બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇન દ્રારા કરવામાં આવી રહ્યો છે. પરબતીપુર પધા તેલ ડેપોના મેનેજર મોહમ્મદ અહેસાન હબીબ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ નવો માલ ૧૬ એપ્રિલની સવારે આવવાનું શ થયું.ઢાકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે, બાંગ્લાદેશને પાઇપલાઇન દ્રારા ભારતથી ૩૦,૦૦૦ ટન ડીઝલ મળ્યું.માર્ચમાં, ભારતે બાંગ્લાદેશને ૨૨,૦૦૦ ટન ડીઝલ પૂં પાડું.૧૪ એપ્રિલે, બાંગ્લાદેશના પરબતીપુર ડેપો પર ૮,૦૦૦ ટન ડીઝલ પહોંચ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application