ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના સુત્રોએ જણાવ્યું હતું કે 14 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર, એટલે કે, ફોરેક્સ રિઝર્વ, 305 મિલિયન ડોલરથી વધીને 654.271 બિલિયન ડોલર થયું છે. પાછલા સપ્તાહમાં, ભારતના ફોરેક્સ રિઝર્વમાં 15.267 બિલિયન ડોલરનો તીવ્ર વધારો થયો હતો, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો હતો.
ચલણના પુનર્મૂલ્યાંકન અને રૂપિયાને સ્થિર કરવા માટે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપને કારણે અનામતમાં ઘટાડો થયો હતો તે સમયગાળા પછી અનામતમાં તાજેતરનો વધારો થયો છે. ગયા અઠવાડિયે રિઝર્વમાં વધારામાં રીઝર્વ બેંકના 10 બિલિયન ડોલર ફોરેક્સ સ્વેપએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.સપ્ટેમ્બર 2024 માં, ભારતનું ફોરેક્સ રિઝર્વ 704.885 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.
કઈ સંપતિમાં કેટલો વધારો
વિદેશી ચલણ સંપત્તિ: 96 મિલિયન ડોલરથી વધીને 557.186 બિલિયન ડોલર થઈ. એફસીએમાં યુરો, પાઉન્ડ અને યેન સામે યુએસ ડોલરના મૂલ્યમાં વધઘટની અસરનો સમાવેશ થાય છે.સોનાનો ભંડાર: 66 મિલિયન ડોલરથી વધીને 74.391 બિલિયન ડોલર થયો. આઈએમએફ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ : 51 મિલિયન ડોલરથી વધીને 18.262 બિલિયન ડોલર થયા. આઈએમએફ પાસે ભારતની અનામત સ્થિતિ: 283 મિલિયન ડોલરથી વધીને 4.431 બિલિયન ડોલર થઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech