અફઘાનિસ્તાન સાથેની લડાઈમાં ડઝનેક સૈનિકો ગુમાવ્યા પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાછી જાત બતાવી હતી અને ભારત સામે તીર તાક્યું અને કહ્યું હતું કે અફઘાનિસ્તાને "ભારતના ઈશારે" પાકિસ્તાન પર હુમલો કર્યો, કારણ કે આ હુમલાઓ ત્યારે થયા જ્યારે અફઘાન વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી દિલ્હીમાં હતા.તો બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ હવે બે મોરચા પર યુદ્ધની વાત કરી રહ્યા છે.ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન અને ભારત સાથે એક સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનું તાજેતરનું યુદ્ધ તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચેનો સૌથી લોહિયાળ સંઘર્ષ છે. લડાઈમાં ડઝનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. વ્યથિત પાકિસ્તાને ઘણા અફઘાન શહેરોમાં હવાઈ હુમલા શરૂ કર્યા છે. પાકિસ્તાને કાબુલ, પક્તિકા, ખોસ્ત, નાંગરહાર, કંદહાર અને હેલમંડ પ્રાંતોમાં 20 થી વધુ સ્થળોએ હવાઈ હુમલા કર્યા છે.
સીઝ ફાયર અંગે બન્ને દેશો વચ્ચે હજુ પણ તનાવ
બંને દેશો વચ્ચે હાલમાં યુદ્ધવિરામ છે તેમ છતાં તણાવ ચાલુ છે. શાહબાઝ શરીફે પડકારજનક સ્વરમાં કહ્યું છે કે જો આ યુદ્ધવિરામ ફક્ત સમય ખરીદવા માટે છે, તો અમે તેને સ્વીકારીશું નહીં. શરીફે બિનજરૂરી રીતે ભારતને સંઘર્ષમાં ખેંચવાનો પ્રયાસ કર્યો. શરીફે આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાન ભારતની ઉશ્કેરણી પર હુમલા કરી રહ્યું છે, અને આ હુમલાઓ ત્યારે થઈ રહ્યા હતા જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી ભારતમાં હતા. બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન સંભવિત બે મોરચાના સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે. કેમકે અમને બીક છે કે ભારત હુમલો કરશે જ અને તેના માટે અમે તૈયાર છીએ,
ખ્વાજા આસિફે કહ્યું અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. હું જાહેરમાં તેમની ચર્ચા કરી શકતો નથી, પરંતુ અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. નોંધનીય છે કે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ સ્થાપિત કરવામાં આવ્યો છે.