જૈન ધર્મના સદગુરૂદેવ પારસમુનિ મહારાજ સાહેબે આજે આજકાલ સાંધ્ય દૈનિકના કાયર્લિયે પધારમણી કરી હતી. આજકાલ સાંધ્ય દૈનિકના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પારસમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે. ભારતમાં વસતા તમામ લોકો હિન્દુ જ કહેવાય. હિન્દુ-મુસલમાન પણ હિન્દુ જ કહેવાય. હિન્દુ કોઈ ધર્મનો શબ્દ નથી. મૂળભૂત રીતે સ્વ-ઉચ્ચાર ફાવતો નહોતો. પહેલાના સમયમાં લોકો સિંધુ બોલી શકતા નહોતા અને હ બોલતા એના પરથી હિન્દુ શબ્દ આવ્યો. બાબર પહેલા ભારત હિન્દુ રાષ્ટ્ર જ હતું. સલતને હિન્દ બાબર કહેવામાં આવતું. ભારતના તમામ લોકો હિન્દુ જ ગણાય છે. કોઈ ખોટી વ્યાખ્યા કરે તેનાથી શબ્દની વ્યુત્પતિ ન બદલાય જાય.
પારસમુનિ મહારાજ સાહેબે ખાસ કરીને આ તકે આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી યાદ કયર્િ હતા અને એક સમયે ધનરજની બિલ્ડિંગ રાજકોટની સૌથી ઊંચી બિલ્ડિંગ કહેવાતી તેવી વાત કરી હતી.
પારસમુનિ મહારાજ સાહેબે હાલમાં ઇલેક્ટ્રિક ઉપકરણોના ઉપયોગ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, સમય પ્રમાણે અને જરૂરિયાત મુજબ બાંધછોડ ચાલતી નથી. પણ મૂળ માર્ગને ન ગણી શકાય. તેને અપવાદ માર્ગ ગણી શકાય. આનાથી દોષદૃષ્ટિ લાવવાની જરૂર નથી. લોકો આના માટે પ્રાર્યશ્ચિત કરતા હોય છે. એમ ન કહી શકાય કે, ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ન કરી શકાય.
તેઓએ ધર્મ પર જણાવ્યું હતું કે, ધર્મ કોઈને કોઈ દૃષ્ટિકોણથી જોતો નથી. સમાજ કાયમ માટે પચરંગી હોય છે. સમાજ કોઈ એક વસ્તુ પકડીને ન બેસી શકે. કોઈપણ નવા માર્ગ માટે અતિપુણ્ય જોઈએ. પુણ્યપ્રતાપ ન હોય તો નિર્ણયમાં વ્યક્તિ સરી જતો હોય છે. નવા નિર્ણય લો તો એનો મતલબ આગળના નિર્ણય ખોટા હતા તેમ માનવું જોઈએ. તેમજ એ નિર્ણયમાં મારી અશક્તિ છે એ જ સાચો માર્ગ છે. પચરંગી સમાજ કોઈપણ સમાજ, સંપ્રદાય કે પંથ એક ધારણાથી જીવનારો સમાજ ન હોય શકે. ખાસ કરીને આજના ઈન્ટરનેટના યુગમાં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિચારધારાથી ઉપર જઈને કામ થઈ શકે નહીં. સમાજમાં સારા અને ખોટો બંને તર્ક છે. કોઈને આપણે ખોટું નથી કહી શકતા જેને ભગવાન મહાવીર સ્વામીએ શ્યાદવાદ બતાવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ધર્મના નામે જડતા આવી અને અભિમાન આવી જાય છે. લોકો પોતાના ધર્મનું નામ વટાવે છે. જ્યારે ધર્મને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જૈન ધર્મ કર્મવાદને માને છે. જૈન ધર્મ ભક્તિને પહેલેથી માને છે. જ્યારે ઈશ્વરના ક્રત્વૃવાદને માનતો નથી. કોઈ શિવસ્વરૂપાને આત્મા કરી ગયો તે આત્મા પૃથ્વી સાથે ફરી જોડાતો નથી. ભગવાન બદુ જ જોવે છે. તેઓ કોઈપણ જાતની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત નથી એવું જૈન ધર્મ માને છે.
હિન્દુ સમાજે સંગઠિત થવાની જરૂર છે
પારસમુનિ મહારાજ સાહેબે અહિંસા પર વાત કરતા જણાવ્યું કે, હાલ અહિંસાની માત્ર વાતો થઈ રહી છે. એક દૃષ્ટાંત આપતા કહ્યું કે, એક ઝૂપડીના છાપરા પર બકરી ઉભી હતી અને નીચે સિંહ જતો હતો. આથી બકરી સિંહને કહે છે કે, જોઈને ચાલજે. આથી સિંહ તેને નીચે આવવાનું કહે છે પણ બકરી થોડી નીચે આવે. આપણી પણ આવી ખોખલી અહિંસા છે. તમારી સમાજની વ્યક્તિ સાથે અન્ય સમાજની વ્યક્તિ ઝઘડવા આવે ત્યારે તેની સાથે 10 વ્યક્તિ નહીં આવે. આનાથી અન્ય સમાજની વ્યક્તિ તેના પર હાવી થઈ જાય છે. હિન્દુ સમાજ ખતમ થઈ રહ્યો છે. એક થવા માટે આ સમાજ ઐક્ય ન બની શક્યો. આથી અલગ અલગ જ્ઞાતિ, સંપ્રદાયો, પંથોમાં હિન્દુ ધર્મ વહેચાતો ગયો. આપણે અહમને કારણે એક થઈ શક્યા નથી. આપણે આપણી જાતને બુદ્ધિશાળી માનીએ છીએ. જ્યારે બીજા ધર્મોમાં આવું નથી. બીજા ધર્મોમાં કોઈ એક વ્યક્તિ કહે એટલે તેના ધર્મના બધા લોકો તેની વાત સાંભળે છે. જ્યારે હિન્દુ ધર્મમાં આવું નથી. તેમાં ધર્મથી વિમુખ ક્યારેય કોઈ થતું નથી.
માણસે ભગવાનને ઘરના ખૂણામાં બેસાડી દીધા
પારસમુનિ મહારાજ સાહેબે વધુમાં ઉમેર્યું હતું કે, માણસે ભગવાનને ઘરના ખૂણામાં બેસાડી દીધા છે. માત્ર સાંજ-સવાર જ યાદ કરે છે અને કહે છે કે, મારા આડે ન આવતા. નવરાત્રિમાં ગરબા વિશે તેઓએ જણાવ્યું કે, ગરબામાં ડ્રેસ સૌથી વધુ અસર કરે છે. આજે બૂટ-ચપ્પલ પહેરીને ગરબા રમાતા હોય છે. એ જ સૌથી મોટો દોષ છે. 10-12 વર્ષની બાળાઓ જ ગરબી રમી શકે છે. કોઈપણ ધર્મની શરૂઆત આપણા ઘરોથી થાય છે. ધર્મના સંસ્કારોનું સિંચન ઘરથી થાય છે. આમાં હિન્દપ સમાજ ક્યાંકને ક્યાંક પાછો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી થઈ કે આપણા કરોડો લોકોએ મુઘલો, અંગ્રેજો સામે બલિદાન આપ્યા હતા. આપણે ફોકસથી ન જીવી શક્યા. માત્રને માત્ર ટેક પર જીવવા લાગ્યા.
આજનો યુવાવર્ગ તેના ધર્મની વિકૃતિ દશાથી થાકી ગયો છે
યુવાવર્ગ પર વાત કરતા આગળ તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં યુવાવર્ગ જે પણ પંથથી દૂર થઈ રહ્યો છેતે તેની વિકૃતિ દશાથી થાકી ગયો છે. એના પરિણામે વર્ગે વિચાર્યું કે આપણે છૂટા થઈ જઈએ. પારસમુનિ મહારાજ સાહેબે વધુમાં કહ્યું કે, અહિંસા વગર સમાજમાં ક્યારેય શાંતિ થઈ શકે નહીં. ગમે તેટલી હિંસા કરો તેનું નિરાકરણ નથી. યુક્રેન અને રશિયા વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલે છે પણ તેના નિરાકરણ માટે બંનેએ સાથે બેસવું પડશે. અસંતોષ હિંસાનું મૂળ તત્વ છે. પોતાના સામ્રાજ્યની વૃદ્ધિ કઈ રીતે કરવી તેને લઈને હિંસાનું સ્વરૂપ ધારણ થાય છે અને પોતાનો અહમ સંતોષે છે. હાલ એવું છે કે જ્ઞાનદશા ઘટતી ગઈ અને શિક્ષણ વદી ગયું છે. આનાથી અભિમાન વધ્યું છે. મહાવીર સ્વામીએ કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ ધર્મરથના બે પૈડા છે.
બધા ધર્મના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ગવાય એ જરૂરી
પારસમુનિ મહારાજ સાહેબે બધા જ ધર્મના કાર્યક્રમોમાં પહેલા રાષ્ટ્રગીત ગવાય તો એ સારૂ કહેવાય તેવું જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, બધા જ ધર્મ રાષ્ટ્રગીત અંગે વિચારે તો તે ખોટું ન કહેવાય. રાષ્ટ્ર દરેક ધર્મ માટે પ્રાધાન્ય હોય છે. દરેક ધર્મના પ્રવક્તાની પહેલી વાત રાષ્ટ્રની હોય છે. આવી પહેલ કરે તો આ શક્ય બની શકે છે. રાષ્ટ્ર સુરક્ષિત, સમૃદ્ધ હશે તો જ તેનો પંથ કે ધર્મ સુરક્ષિત હશે. આ અંગે સામુદાયિક પરિવર્તન આવે તો જ શક્ય બની શકે છે. સમસ્ત સમાજોના સંતો એકત્રિત થાય તો તેની પહેલ કરી શકાય છે.
જ્યોતિષ માર્ગ નહીં માર્ગદર્શન છે
જ્યાતિષી અંગે પારસમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, જ્યોતિષ માર્ગદર્શન તરીકે ટોર્ચ જેવું કામ કરનાર છે. જૈન ધર્મ પ્રકૃતિને પ્રાધાન્ય આપે છે. કોઈનો વિરોધ કરી રહ્યો નથી અને કરશે પણ નહીં. ભગવાન મહાવીર સ્વામીએ ચંદ્ર પ્રજ્ઞપ્તી અને સૂર્ય પ્રજ્ઞપ્તી નામના બે શાસ્ત્રો મુક્યા છે. જેમાં તેઓએ જે જોયું અને જેવું દેખાયું તેવી પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. કોઈ જ્યોતિષને ન માને તેણે ભગવાન મહાવીર સ્વામીને ઓળખ્યા નથી. ખગોળીય ઘટનાઓ કોઈનાથી અટકવાની નથી., જ્યોતિષી ખોટો હોય શકે પણ જ્યોતિષ નહીં. જ્યોતિષ એક ખગોળીય ઘટના છે. ભગવાન મહાવીર સ્વામીએ જ્યોતિષચક્ર વિશે પણ વાત કરી છે.
પહેલા રાજકારણમાં ધર્મ હતો હવે ધર્મમાં રાજકારણ ધુસી ગયું
પારસમુનિ મહારાજ સાહેબે કહ્યું કે, આપણી પાસે ધર્મની ભાવના નથી, સંગઠન શક્તિનો અભાવ છે. બાળકોને આપણે શિખવવું પડશે કે આપણ ધર્મનો વિરોધ બહાર ન આવવો જોઈએ. આપણાથી જ આપણો માણસ તૂટી રહ્યો છે. કોઈ ધર્મ ક્યારેય ખોટો ન હોય શકે. પહેલા રાજકારણમાં ધર્મ હતો, હવે ધર્મમાં રાજકારણ ઘૂસી ગયું છે. પહેલાના રાજાઓ ધર્મગુરૂઓને પૂછીને માર્ગદર્શન લઈને વહીવટ કરતા હતા. હાલ ધર્મગુરૂઓ રાજકીય નેતાઓના માર્ગદર્શન હેઠળ ચાલવા લાગ્યા છે. પક્ષ-વિપક્ષથી ધર્મ પર છે. બધા પક્ષો પોતાના ધર્મ પર ચાલે છે કોઈને સારા કે નરસા ન કહી શકાય. કોઈપણ ધર્મના ધર્મગુરૂઓએ કોઈ એક પક્ષને સમર્થન ન આપવું જોઈએ. સત્તા પરિવર્તનશીલ છે. જે ધર્મ માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે.
મહાશિવરાત્રીથી એક વર્ષ મૌન સાધના કરશે
પારસમુનિ મહારાજ આગામી મહાશિવરાત્રી, તા.19 જાન્યુ.થી 27 જાન્યુ.સુધી મૌન ગ્રહણ સાધનામાં બેસવાના છે, ત્યારે મૌન સાધનાનું તર્ક સમજાવતા પારસમુનિએ જણાવ્યું હતું કે, જયારે જીવનમાં આત્મ સમાઘીમાં લિન થઈએ ત્યારે દુનિયાની કોઈપણ વસ્તુ નજીક હોતી નથી, મૌન સાધનાથી આત્મા જાગૃત થાય છે. અને તેની અસર તમે ખુદ અનુભવી શકો છો, મૌન ધ્યાન સમયે કેન્દ્ર બિંદુ માત્રને માત્ર પોઝિટિવ વિચારો તરફ જવા જરૂરી છે. તકતી વગરના પ્રથમ જૈન ઉપાશ્રયનું 11મીએ ઉદ્ઘાટન
ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગરુદેવ ગિરીશચંદ્ર સ્વામીના સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.શ્રી શુશાંત મુનિ મહારાજ તથા મહામંત્ર પ્રભાવ પૂ.ગુરુદેવ શ્રી જગદીશમુનિના શિષ્ય રત્ન પૂ.સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન સંચાલિત રૂડા નગર સ્થાનિકવાસી જૈન સંઘ રાજકોટમાં તા.11-1 રવિવારે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (સાવરકુંડલા વાળા), હાલ મુંબઈ ભાનુમતીબેન વનચંદ પારેખ, સ્થાનકવાસી જૈન ઉપાશ્રયની ઉદ્ધઘાટન વિધિ રાખવામાં આવી છે. તા.11-1ના રવિવારે ઉદ્ઘાટન પ્રસંગે પૂ.દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ જશ ઉત્તમ પ્રાણ પરિવાર તથા સંઘની સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત રત્નો પધારશે. તા.11ના સ્થાનિક વાસી જૈન ઉપાશ્રય ઉદ્ઘાટન પૂર્વે અવધરોડથી સામૈયું કરાશે.