યુટ્યુબ અને ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સની લોકપ્રિયતા હવે કોઈ રહસ્ય રહી નથી. ઘણા લોકો પોતાની યુટ્યુબ ચેનલો ચલાવી રહ્યા છે અને તેમાંથી તગડી કમાણી પણ કરી રહ્યા છે. યુટ્યુબે જણાવ્યું હતું કે તેણે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સને 21,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અને આવનારા વર્ષોમાં ભારતીય કન્ટેન્ટ ક્રીએટર્સની લોકપ્રિયતાને ધ્યાને લઈ યુટ્યુબ 850 કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
યુટ્યુબના સીઈઓ નીલ મોહને આ વર્ષે મે મહિનામાં આયોજિત એક કાર્યક્રમમાં કન્ટેન્ટ ક્રિએટર્સને મળેલા પેમેન્ટ વિશે વાત કરી હતી. નીલ મોહનના જણાવ્યા અનુસાર, ભારતીય સર્જકો, કલાકારો અને મીડિયા કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષમાં 21,000 કરોડ રૂપિયાથી વધુની પેમેન્ટ મળી છે.
ભારતીયોમાં યુટ્યુબની વધતી જતી લોકપ્રિયતા અંગે, નીલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારતમાં 100 મિલિયન ચેનલો અપલોડ કરવામાં આવી હતી, અને 15,000 સર્જકોએ 1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને વટાવી દીધા છે.સીઈઓએ પહેલાથી જ કહ્યું છે કે યુટ્યુબસર્જકો માટે વિશ્વભરના દર્શકો સાથે જોડાવાનું માધ્યમ બની ગયું છે. તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારત આ તકનો ઉપયોગ એટલા અસરકારક રીતે કરી રહ્યું છે જેટલા અન્ય દેશો કરે છે.
નીલ મોહને મે મહિનામાં જાહેરાત કરી હતી કે તેમનું પ્લેટફોર્મ ભારતીય સર્જક અર્થતંત્રમાં વધુ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમના મતે, આગામી બે વર્ષમાં ₹850 કરોડનું રોકાણ કરવામાં આવશે.