સિંગાપોરની એક કોર્ટે ભારતીય મૂળના સીઈઓ ચંદર અગ્રવાલની ૩.૫ કરોડ પિયા પરત વસૂલવાની અરજી ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું કે આ પૈસા તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર તેમના સંબધં દરમિયાન સ્વેચ્છાએ ખર્ચવામાં આવ્યા હતા. આથી તે પરત મળી ન શકે કે આપવા પણ કોઈ બંધાયેલું નથી.
પ્રેમના નામે પોતાની ગર્લફ્રેન્ડ પર કરોડો પિયા ખર્ચવા એ ભારતીય મૂળના સીઈઓ માટે મોંઘો વ્યવહાર સાબિત થયો. સિંગાપોરમાં એક હાઈ–પ્રોફાઈલ કેસ સામે આવ્યો છે, યાં એક ઉધોગપતિએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછી તેના પર ખર્ચેલા ૩૫ મિલિયન ડોલર એટલે કે ૩.૫ કરોડ પિયા પરત મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યેા હતો. જોકે, કોર્ટે તેની વિનંતી ફગાવી દીધી હતી.આ કેસ સિંગાપોર હાઈકોર્ટમાં છે, યાં ભારત–લિસ્ટેડ લોજિસ્ટિકસ કંપની ટીસીઆઈ એકસપ્રેસના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર ચંદર અગ્રવાલે ૨૦૨૩ માં તેના બ્રેકઅપ પછી તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ફેલિસિયા લી સામે દાવો દાખલ કર્યેા હતો. અગ્રવાલે દાવો કર્યેા હતો કે તેણે લીને વ્યાજમુકત લોન તરીકે આશરે ૪૬૮,૦૯૦ સિંગાપોર ડોલર અથવા ભારતીય ચલણમાં ૩.૫ મિલિયન ડોલર આપ્યા હતા, જે ચૂકવવા જોઈએ.કોર્ટના દસ્તાવેજો અનુસાર, ચંદર અગ્રવાલે તેમના સંબધં દરમિયાન ફેલિસિયા લીના ઘણા ખર્ચાઓ ચૂકવ્યા હતા. આ ખર્ચમાં વિવિધ પ્રકારના વ્યકિતગત ખર્ચ અને મોંઘી ખરીદીઓનો સમાવેશ થતો હતો.
અગ્રવાલે દાવો કર્યેા હતો કે તેણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને લોન તરીકે પૈસા આપ્યા હતા અને બ્રેકઅપ પછી તે પાછા આપવા જોઈએ. જોકે, આ દાવાને સમર્થન આપવા માટે કોર્ટમાં કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકાયા નથી. સિંગાપોર હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ પૈસા લોન નહોતા, પરંતુ સંબધં દરમિયાન આપવામાં આવેલી સ્વૈચ્છિક ભેટ હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, હાલના પુરાવા દર્શાવે છે કે સંબધં દરમિયાન પૈસા આપવામાં આવ્યા હતા. તેથી, બ્રેકઅપ પછી તેને લોન તરીકે દાવો કરવો કાયદેસર રીતે માન્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application