જામવાડી જીઆઇડીસીમાં લાઇટનાં ધાંધીયાથી કારખાનેદારો પરેશાન:ઉગ્ર રજૂઆત કરી
જામવાડી જીઆઇડીસીમાં લાઇટનાં ધાંધીયાથી કારખાનેદારો પરેશાન:ઉગ્ર રજૂઆત કરી
August 19, 2026 10:21 AM
ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી નાં ખાડીયા,ઉર્જા, તુલશી સહીત નાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો માં છેલ્લા એક મહીના થી વિજ પાવર નાં ધાંધીયા થઈ રહ્યા હોય કારખાનેદારો ઉશ્કેરાઈ જઈ જેટકો કંપની ની ઓફીસે પંહોચી ઉગ્ર રજુઆત કરી હતી.અન્યથા કારખાનાઓ ને તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. ઘનશ્યામભાઈ સુરાણી સહીત નાં કારખાના ધરાવતા ઉદ્યોગકારો એ જણાવ્યું કે છેલ્લા એક મહીના થી દિવસ મા બેથીત્રણ વાર ટ્રીપીંગ આવતા હોય વિજ પાવર નાં અભાવે કારખાનાઓ કેમ ચલાવવા એ સવાલ ઉભો થવા પામ્યો છે.વિજ ધાંધીયા ને કારણે ઉદ્યોગો માં મહીને કરોડોનું નુકસાન થઈ રહ્યુ છે.જેટકો નાં અધિકારીઓ પીજીવીસીએલ ને દોષ આપે છે.અને પીજીવીસીએલ તંત્ર જેટકો ને દોષ આપી રહ્યુ હોય વિજ તંત્ર ની ફેકાફેકી ને કારણે કારખાનેદારો ભોગ બની રહ્યા છે. જો ત્રણ દિવસ માં યોગ્ય ઉકેલ નહી આવેતો તમામ ઉદ્યોગો ને તાળા મારવા ની ચીમકી ઉચ્ચારાઇ છે.