વર્તમાન સમયમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે જામ્યુકોના વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં શહેરીજનોની માથાદીઠ આવકમાં રૂ.૩૧૫ના વધારા સામે માથાદીઠ દેવું રૂ.૪૯૩૨નો એટલે કે ૧૫.૫૦ ગણો વધારો થયો છે. મહાનગપાલીકાની આવક કરતા ખર્ચની અણધડ નીતિ, લોન-વ્યાજની નીયમીત ચૂકવણીનો અભાવ, તોતીંગ ક્ધસલટન્સી ખર્ચ સહીતના કારણો શહેરીજનોના માથાદીઠ દેવા પાછળ જવાબદાર હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. સતત જનસુખાકારીના દાવા કરતી મહાનગરપાલીકાના ડ્રાફટ બજેટમાં શહેરીજનોની માથાદીઠ આવક કરતા દેવામાં જંગી વધારાથી મોંઘવારીમાં વધુ એક ડામની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે જો મહાનગરપાલીકા દ્રારા ૭૬૬ કરોડથી વધુના બાકી લેણાંની વસૂલાત થાય તો શહેરીજનો પરનું માથાદીઠ દેવું ચોકકસ ઘટે તેમાં બેમત નથી.
જામનગર મહાનગરપાલીકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કમિશ્ર્નરે વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં શહેરની હદમાં વધારો થતા અને દીનપ્રતીદીન વસતી વધતા છેવાડાના માનવી સુધી સુવીધા અને સેવા પૂરી પાડવા મનપા પર ખૂબજ આર્થિક ભારણ થયું છે. આટલું જ નહીં વિકાસના કામો માટે રાજય સરકાર દ્રારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય પરંતુ મરામત અને નિભાવણી માટે મહાનગરપાલીકાએ સ્વભંડોળની આવક ઉપર નિર્ભર રહેવું પડતું છે. પરંતુ સ્વભંડોળના આવકના સ્ત્રોત મર્યાદીત હોય જયારે સ્વભંડોળ ખર્ચમાં ઉતરોતર વધારો થતો હોય હયાત કરદરથી આવક અપૂરતી હોય નવા આવકના સ્ત્રોત ઉભા કરવા જરૂરી હોવાનું જણાવી મિલકત સીવાયના જુદા-જુદા દરમાં વધારો કરી શહેરીજનો પર કુલ રૂ.૯.૧૦ કરોડનો કરદર વધારો સૂચવ્યો છે.
બીજી બાજુ મહાનગરપાલીકા દ્રારા દર વર્ષની જેમ આ વર્ષના ડ્રાફટ બજેટમાં પણ સ્વભંડોળની રૂ.૩૯૮.૧૫ કરોડના ખર્ચ સામે ૪૭૪.૦૯ કરોડનો અંદાજ, કેપીટલ ગ્રાન્ટની રૂ.૧૦૦૮.૪૦ કરોડની આવક સામે રૂ .૧૧૫૮.૪૦ કરોડના ખર્ચનો અંદાજ દર્શાવાયો છે. જયારે મહેસૂલી આવક રૂ.૫૪૨.૨૦ કરોડના અંદાજ સામે મહેસૂલી ખર્ચ રૂ.૫૬૩.૧૦ કરોડ દર્શાવાયો છે.
પરંતુ આવક કરતા વધુ ખર્ચની મહાનગરપાલીકાની અણધડ કાર્યપ્રણાલીથી શહેરીજનોની માથાદીઠ આવક કરતા ખર્ચમાં દર વર્ષે જંગી વધારો થઇ રહ્યો છે. કારણ કે, વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં શહેરીજનોની માથાદીઠ આવક રૂ.૮૫૭૮ દર્શાવામાં આવી હતી. જેની સામે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં શહેરીજનોની માથાદીઠ આવક રૂ.૮૮૯૩ દર્શાવી છે. એટલે કે એક વર્ષમાં શહેરીજનોની માથાદીઠ આવકમાં ફકત રૂ .૩૧૫નો નજીવો વધારો થયો છે. જયારે વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં શહેરીજનો પર માથાદીઠ દેવું રૂ.૧૧૯૧૪ દર્શાવાયું હતું. જેની સામે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં શહેરીજનો પર માથાદીઠ દેવું રું.૧૬૮૪૬ દર્શાવાયું છે.
આથી શહેરીજનોની માથાદીઠ આવકમાં નજીવા વધારા સામે માથાદીઠ દેવામાં રૂ.૪૯૩૨નો જંગી એટલે કે ગત વર્ષની સરખામણીએ ૧૫.૫૦ ગણો વધારો થયો છે. આમ દીન-પ્રતીદીન વધતી જતી મોેંેઘવારીમાં શહેરીજનો પર માથાદીઠ દેવું વધતા વધુ એક ડામની સ્થિતિ સર્જાઇ છે. જેની પાછળ મનપાની આવક કરતા વધુ ખર્ચની અણધડ કાર્યપ્રણાલી સહીતના કારણો જવાબદાર હોવાનું ખુદ મનપાના અધિકારીઓ અને બજેટના તજજ્ઞોએ જણાવ્યું છે. આટલું જ નહીં વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં મનપાનું બાકી લેણું રૂ.૭૬૬ કરોડથી વધુ દર્શાવાયું છે. ત્યારે જો આ લેણું વસૂલવામાં આવે તો શહેરીજનોના માથદીઠ દેવામાં ચોકકસ ઘટાડો થાય તેમાં બેમત નથી.
શહેરીજનો પર દેવાનો બોજ વધવાના આ છે કારણો..
--આવક કરતા વધુ ખર્ચ અને અણધડ અંદાજ
--બાકી લોન અને વ્યાજની સમયસર ચૂકવણીનો અભાવ
--વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની સામે થતાં જંગી ખર્ચ
--પગાર ખર્ચ સામે અપૂરતી કામગીરી
--મેઇનટેનન્સના તકલાદી કામોના કારણે વધતો ખર્ચ
--અધિકારીઓની ફોજ છતાં ક્ધસલન્ટસી પાછળ તોતીંગ ખર્ચ
--બાકી લેણાંની વસૂલાતમાં ઘોર ઉદાસીનતા
--સમયસર કામ પૂર્ણ ન થતાં ખર્ચમાં જંગી વધારો
શહેરીજનોની માથાદીઠ આવક અને દેવું (રૂપિયામાં)
વર્ષ:આવક: દેવું
૨૦૨૦-૨૧:૩૮૮૮:૯૪૨૪
૨૦૨૧-૨૨:૪૬૨૬:૯૯૬૭
૨૦૨૨-૨૩:૪૮૮૮:૮૨૯૭
૨૦૨૩-૨૪:૬૨૪૯:૧૦૦૨૫
૨૦૨૪-૨૫:૭૩૯૭:૯૮૧૬
૨૦૨૫-૨૬:૮૫૭૮:૧૧૯૧૪
૨૦૨૬-૨૭:૮૮૯૩:૧૬૮૪૬
બજેટમાં નવા આયોજન ઉપર ભાર
- શહેરમાં ૧૦૦ કરોડનાં ખર્ચે ગૌરવપથનાં કામ
- ચેલા ખાતે નવુ સ્મશાન
- વાલકેશ્ર્વરી કોમન પ્લોટમાં નવા દાદા દાદી ગાર્ડન
- રૂ.૪૩.૮૬ કરોડનાં ખર્ચે કોમ્પ્લેક્ષ
- શહેરમાં ૫૦ નવી ઇલેકટ્રીક બસ શરૂ કરવા દરખાસ્ત
- સર્વે નં.૧૪૪૫ ખાતે નવુ ક્રિકેટ ગ્રાઉન્ડ
- ટીપી અને ડીપી અંતર્ગત ખુલ્લા કરેલા ૫ મુખ્ય રસ્તાઓને ડામર કારપેટથી રૂ.૫૦ કરોડનાં ખર્ચે કામ કરાશે.
- વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ સુધી રૂ.૧૯.૬૦ કરોડનાં ખર્ચે રેલ્વે અન્ડરબ્રીજ
- શહેરમાં ખંભાળીયા બાયપાસ જંકશન પાસે ફોર લેન ઓવરબ્રીજ રૂ.૧૩૫.૭૦ કરોડનાં ખર્ચે
- અન્નપુર્ણા જંકશન નાગમતી નદી પર હયાત ઝોન-વેની જગ્યાએ નવો ફોરલેન રીવરબ્રીજ રૂ.૨૦ કરોડનાં ખર્ચે
- કલ્યાણચોકથી મોરકંડા રોડ પર નાગમતી નદી પર નવો ફોરલેન બ્રીજ માટે રૂ.૧૦ કરોડ
- રંગમતી નાગમતી નદી પર અલગ અલગ જગ્યાએ રૂ.૧૫ કરોડનાં ખર્ચે માઇનોર બ્રીજ
- શહેરમાં તમામ ઝોનમાં લોકભાગીદારીથી સી.સી. રોડને પેવરબ્લોક માટે રૂ. ૫૦ કરોડ
- મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત આંખરમાળખાકીય સુવિધા
- શહેરી સડક યોજના તેમજ સી.સી. રોડ સહિત રૂ.૩૫ કરોડનાં ખર્ચે કામ
- ૭૮-૭૯ મત વિસ્તારમાં અઢી અઢી કરોડનાં ખર્ચે પેવર બ્લોક, કોમ્યુનીટી હોલ, બેન્ચીસ, બન્ને વિસ્તારોમાં ઇ લાયબ્રેરી કરાશે.
- સમર્પણ સર્કલથી બેડી રીંગ રોડ ૮૦ લાખ, ગુલાબનગરથી ધુંવાવ ૫૦ લાખ, ખંભાળીયા બાયપાસથી એરપોર્ટ સુધી ૫૦લાખ, જ્ઞાનશકિત સર્કલ સુધી ૩૦ લાખ, આશર્વાદ દીપ થી રાજકોટ રોડ સુધી રૂ.૩૦લાખ અને રાજકોટ રોડથી ધોરીવાવ સુધી સેન્ટર લાઇટ રૂ. ૪૦લાખનું આયોજન,
- ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત મીની ઇમરજન્સી વ્હીકલ, ફાયર રેસ્કયુ બોટ અને રેસ્કયુ ઇકવીપમેન્ટ માટે રૂ. ૧૫ કરોડની દરખાસ્ત
- સીટી લોજીસ્ટીક પ્લાનમાં ૩ ફેઇસમાં રોલઆઉટ થશે જેમાં શોર્ટ ટર્મ પ્લાન માટે ૨૦૨૬ થી ૨૦૩૦ મીડીયમ ટર્મ ૨૦૩૦ થી ૨૦૩૫ અને લોંગ ટર્મ ૨૦૩૫ થી ૨૦૪૨ એમ કુલ ૧૪ કામો માટે રૂ.૧૩૫૪ કરોડ પ્રાઇવેટ સેકટર પાર્ટીશીપેટશન અને પીપી મોડેલથી તૈયાર કરવા આયોજન
- શહેરનાં લાલપુર બાયપાસ રોડ પર રેવન્યુ સર્વે નં. ૩૮૫ વાળી જગ્યામાં રીઝીયોનલ ક્ધવેશનલ સેન્ટર માટે રૂ.૧૦૫ કરોડ
- રૂ.૨૧૯.૩૦ કરોડનાં ખર્ચેે ઇડબલ્યુએસ ૧ અને ઇડબલ્યુએસ ૨નાં ૧૬૦૦ આવાસ
- વિદ્યાર્થીઓ માટે રેન્ટલ હાઉસીંગ સ્કીમ અંતર્ગત સ્ટુડન્ટ હાઉસીંગ સ્કીમનું આયોજન
- ખંભાળીયા રોડ, લાલપુર રોડ અને હાપા વિસ્તારમાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ માટે રૂ. ૧૫ કરોડ
- રાજાશાહી વખતની સુભાષ શાકમાર્કેટ ડેવલોપ કરાશે
- શહેરનાં અલગ અલગ ચાર ઝોનમાં વોકર્સ ઝોન અને રાત્રી બજાર ડેવલોપ કરાશે
- વીલીંગ્ટન ક્રેસન્ટ, દરબારગઢ, એક દાંડીયો મહેલ, બર્ધનચોક ફસાડ, અને માંડવીટાવર ફસાડ જેવા ઐતિહાસિક સ્મારકોનું રેસ્ટોરેશન અને ક્ધઝર્વેશન માટે રૂ. ૨૦ કરોડ
- જીઆઇડીસી વિસ્તારમાં ૩ વર્ષનાં ઓપેકસ સાથે એકયુમોનીટરીંગ સીસ્ટમ અને ડીસપ્લે સીસ્ટમ ઇન્સ્ટોલ માટે રૂ. ૧ કરોડ
- હોટસ્પોટ વિસ્તારમાં સઘન ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે રૂ.૦.૭૫ કરોડ
-રણજીતસાગર પાર્ક, કમલા નહેરુ પાર્ક, અર્બન ફોરેસ્ટ મશીનમાંથી ગાર્ડન વેસ્ટમાંથી કચરો વિકેન્દ્રીત કરવા માટે ૨૦૦ થી ૫૦૦ કિલો કેપેસીટી માટે રૂ. ૧.૫૦ કરોડ તેમજ પીપીપી ધોરણે ક્ધસ્ટ્રકશન અને ડીમોલીશન વેસ્ટને રીસાયકલ તેમજ યુઝ કરવા માટે રૂ.૧ કરોડ