BREAKING NEWS

મધ્યપ્રદેશના શ્યોપુરના જંગલમાં ઘાયલ મળેલા ચિત્તા KNG22 નું સારવાર દરમિયાન મોત, શરીરથી નીકળ્યા બંદૂકના છરા

  • October 27, 2026 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઘાયલ અવસ્થામાં મળી આવેલા 19 મહિનાના નર ચિત્તા KNG22 નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ચિત્તો 25 ઓક્ટોબરે શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748 માં ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.

ચિત્તાની કટોકટીની સ્થિતિમાં કરવામાં આવેલી ઇમરજન્સી સર્જરી દરમિયાન તેના શરીરમાંથી બંદૂકના 5 છરા કાઢવામાં આવ્યા હતા. પશુચિકિત્સકો અને નિષ્ણાતોની ટીમના સતત અને સઘન પ્રયાસો છતાં તેને બચાવી શકાતો નથી. આ ગંભીર મામલાની ગરિમા અને તપાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વન અને પોલીસ અધિકારીઓની એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરવામાં આવી છે.


​​​​​​​પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. સમીતા રાજોરાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 19 મહિનાનો નર ચિત્તો KNG22 ગત 25 ઓક્ટોબરે શ્યોપુરના જંગલમાંથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રારંભિક તબક્કામાં કરાયેલા એક્સ-રે રિપોર્ટમાં તેના શરીરના વિવિધ ભાગોમાં વિદેશી વસ્તુઓ (છરા) હોવાનું માલૂમ પડ્યું હતું. જેના આધારે તુરંત જ નિષ્ણાત તબીબોની સલાહ લઈને તેની વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ અનેક પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application