ગિરનારની ગોદમાં તા.૨થી૫ નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાનાર છે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા પરિક્રમા મા લાખો ભાવિકો ઉમટી પડશે. જેથી પરિક્રમા ને લઈ વહીવટી તત્રં દ્રારા તૈયારીઓ શ કરી છે. જિલ્લ ા કલેકટરની આગેવાનીમાં પરિક્રમા ના વિવિધ ટનું નિરીક્ષણ કરાયું હતું અને તત્રં દ્રારા થઈ રહેલી તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.
ચાર દિવસીય લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ સાથે જોડાયા હતા. સમગ્ર પરિક્રમા ટ પર જિલ્લા વહીવટી તત્રં અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરી પ્રાથમિક સુવધાઓ મળી રહે એ માટેનું નિરીક્ષણ કયુ હતું.સરકડીયા થી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ ટ પર જાત નિરીક્ષણ કયુ હતું.
ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્રારથી જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા,જૂનાગઢ કમિશનર તેજસ પરમાર, જિલ્લ ા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, આરોગ્ય વિભાગ,પોલીસ, વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી.ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્રારથી ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલાની ઘોડી, બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે જેથી અધિકારીઓએ સમગ્ર ટનું નિરીક્ષણ અને જરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી.
પરિક્રમાર્થીઓ માટે પાણી, વીજળી, આરોગ્ય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્રમા દરમિયાન કુદરતી જળ ક્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સાધુ સંતો અને જિલ્લ ા વહિવટી તત્રં દ્રારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે