પોરબંદરના કુતિયાણા શહેરને જોડતા નેશનલ હાઇવેના રસ્તા પાસે અવારનવાર અકસ્માત થઇ રહ્યા છે. તેથી વધતા જતા અકસ્માત પર બ્રેક મારવા માટે રમ્બલ સ્ટ્રીપ્સ માર્કિંગ મૂકવા જરી બન્યા છે આથી રાણાવાવ-કુતિયાણાના યુવા ધારાસભ્યએ નેશનલ હાઇવે ઓથોરીટીને આ મુદ્ે રજૂઆત કરી છે.
રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટી ડીવીઝનના પ્રોજેકટ ડાયરેકટરને પત્ર પાઠવી એવી ભલામણ કરી હતી કે પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવેમાં કુતિયાણા ખાતે ઓવરબ્રીજ મંજૂર થયેલ છે જેની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ કુતિયાણા બાયપાસ પર અવારનવાર અકસ્માત થાય છે અને હાલમાં જ બે યુવાનોના અકસ્માતથી અવસાન પામેલા જ છે. તો તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવેથી કુતિયાણા શહેરને જોડતા બધાજ રોડ પર ગતિ અવરોધક રમ્બલ સ્ટ્રીપ્સ મુકવા આપને અમારી ખાસ ભલામણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech